સુરત :
ડુમસ વિસ્તારમાં ચાર દિવસમાં બે બંગલામાં ચોરીની ઘટના સામે આવી હતી. જે.આર.વી નામના ફાર્મ હાઉસમાંથી ઘરવખરી અને કોસ્મેટિકનો સામાન મળી ૫૫ હજારની ચોરી થઈ હતી. જ્યારે બીજી ઘટનામાં સાયલન્ટ ઝોનનાં ઍક બંગલામાંથી ૨.૧૫ લાખની ચોરી કરી થઈ હતી. ડુમસ પોલીસે બંને ઘટનામાં ચોરીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં બન્ને ચોરી ઓના ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીયોની ધરપકડ કરી છે.આરોપીયોના કબજા માંથી મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિતનો મુદ્દામાલ કબ્જે
જે ડીવીજનના ઍસીપી દીપ વકીલે માહિતી આપતા જણાવ્યું હતું કે મનહરભાઈ સાસપરાનું ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનમાં ઍક ફાર્મ હાઉસ છે.જ્યાં ૫૫ વર્ષીય હિમાંશુ પરબતભાઈ લક્કડ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમને ડુમસ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૯ તારીખે ફાર્મ હાઉસમાં ચોરી થઈ હતી. સીસીટીવી ચેક કરતા ૪ તસ્કરો બંગલાના નીચેના બેડરૂમની બારીની ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા.બંગલામાં તપાસ કરતા ઈમીટેશન હાર અને કોસ્મેટિક સમાન જેની કિંમત ૪૫ હજાર તથા ઍક તેલનો ડબ્બો, લેડીઝ ઘડિયાળ, બાથરૂમનાં નળ મળી ૫૫ હજારની ચોરી કરી ગયા હતા.ચોરીની બીજી ઘટનામાં સિટી લાઈટના ઓસ્કાર ઍપાર્ટમેન્ટમાં રહેતાં નિવૃત્ત યુસુફ હુસેની અફ્રીકાવાલા સાયલન્ટ ઝોનમાં ઍક બંગલો ધરાવે છે.જ્યા સ્વિપર તરીકે કામ કરતા જીજ્ઞેશભાઈ વસાવાનો બંગલામાં ચોરી થઈ હોવાનો ફોન આવ્યો હતો.જેથી યુસુફભાઈ ડુમસનાં બંગલે જઈને સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવીમાં ચાર અજાણ્યા તસ્કરો બંગલાના પાછળના ભાગે ગ્રીલ તોડી પ્રવેશ્યા હતા. બંગલામાંથી મહારાષ્ટ્રથી ખાસ બનાવડાવેલી બે મૂર્તિ જેની કિંમત ૯૦ હજાર રૂપિયા અને લિવિંગ રૂમમાં મૂકેલા પીત્તળ, તાંબા ધાતુના ૮ થી ૧૦ વાસણો અને કબાટમાંથી ઍક કેમેરો અને તેના લેન્સ જેની કિંમત ૧ લાખ મળી કુલ ૨.૧૫ લાખની ચોરી થઈ હતી. ડુમસ પોલીસે ચોરીના ગુના નોંધી ગણતરીના કલાકોમાં બન્ને ચોરી ઓના ભેદ ઉકેલી કાઢી ત્રણ આરોપીયોની ધરપકડ કરી છે.આરોપીયોના કબજા માંથી મહારાષ્ટ્રથી બનાવેલી બે મૂર્તિ, તાંબા પિત્તળના વાસણ અને કેમેરા સહિત ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)