બોટાદ
જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગઢડા શહેરમાં ડેન્ગ્યુ વિરોધી જુલાઈ માસની ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેન્ગ્યુ રોગ અંગે તેમજ તેનાથી બચવાના ઉપાય અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી શહેરનાં વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય કર્મચારીશ્રીઓ, આશાવર્કર્સ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતાં.
અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)