ડૉ.સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ જૂનાગઢ ખાતે યુવા પ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢ પરમાત્માએ જે કંઈ માનવનું સર્જન કરેલ છે તેમાં કંઈકને કંઈક વિશિષ્ટતાઓ મુકેલ છે. પરંતુ એ વિશિષ્ટતાઓ તે કદાચ બહાર લાવતા નથી અથવા તેમને બહાર લાવવાની યોગ્ય તક મળતી નથી. આથી કોલેજના સંસ્કૃતિ પારખુ આચાર્યશ્રી ડો. બલરામ ચાવડા ના માર્ગદર્શન હેઠળ અનોખા પ્રકારની તમામ વિદ્યાર્થીઓને પોતપોતાની પ્રતિભા બતાવવાની તક આપતી સ્પર્ધા નું આયોજન 7 થી 9 સપ્ટેમ્બર 2024 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. જેની ત્રણ વિભાગ માં વિવિધ સ્પર્ધાઓની વહેચણી કરવામાં આવી હતી આ રીતે ત્રણ ખાસ વિભાગો પાડેલ જેમાં સંગીત હરિફાઈ, કલા હરિફાઈ, સાહિત્ય હરિફાઈ, કોલેજમાં અભ્યાસ કરતી તમામ બહેનો પોતપોતાની રસ રુચિ મુજબ ભાગ લઈ પોતાની પ્રતિભા કે આવડત બતાવી શકે તે માટે આ કાર્યક્રમનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ જેના તમામ વિભાગોમાં 30 થી 40 વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા બતાવી હતી.

સ્ટાફ અને અન્ય સહ અધ્યાયીઓને આશ્ચર્યચકિત કર્યા હતા અને આ તમામ વિભાગોમાં પ્રથમ દ્વિતીય તૃતિય એવા નંબરો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમની તમામ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી બહેનોની યાદી નીચે મુજબ છે.
ક્વીઝ–(૧) શેખવા ભૂમિ બી (૨) વાળા સંજના જી. ( 3) અન્સારી નાઝ એસ.નિબંધ– બલદાણિયા નેહા જે.વાનગી સ્પર્ધા–નમકીન: ધંધુકિયા ઝલક કે. સ્વીટ: બુલચંદાણી આયુષી બી.ભજન–કાથડ પરી કે.લોકગીત–કાથડ પરી કે.દુહા છંદ–જોશી પ્રિયંકા એન.વકતૃત્વ– શેખવા ભૂમિ બી રંગોળી–મારું પાયલ આર.મહેંદી–કચરા શાઝીયાહુ એસ.પોસ્ટર મેકિંગ–સોલંકી કપિલા ડી.

આ કાર્યક્રમની જવાબદારી પ્રા.હીરાબેન રાજવાણી તથા નયનાબેન ગજજરે સંભાળી હતી, આ કાર્યક્રમ અંગેની તમામ સુવિધા સગવડતા આ ટ્રસ્ટે પૂરી પાડી હતી અને ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ આ પ્રવૃત્તિને બિરદાવી અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી કાર્યક્રમ અંગે પોતાની શુભેચ્છા વ્યક્ત કરી હતી તથા આ સમગ્ર કાર્યક્રમ અંગે સંસ્થાના પરિસરમાં તમામ વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રિન્સિપાલ ડોબલરામ ચાવડાએ આ કાર્યક્રમની અગત્યતા અને તેમાં દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. ટૂંકમાં આ બે દિવસ કોલેજના પરિસરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગેનો ધમધમાટ સતત ચાલુ રહ્યો હતો અને સૌ પોતપોતાની પ્રતિભા બતાવવામાં મશગુલ રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)