ડો.સુભાષ એકેડેમી,જૂનાગઢના સ્થાપકશ્રી પેથલજીભાઈ ચાવડા ની ૯૫ની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

જૂનાગઢ

સોરઠની ખ્યાતનામ વિખ્યાત શૈક્ષણિક ડો. સુભાષ એકેડેમી ખાતે જુનાગઢ ના કેળવણીકાર,સમાજશિલ્પી અને એકેડેમીના સ્થાપક શ્રી પેથલજીભાઈ ચાવડાની ૯૫મી જન્મજયંતી તેમજ ડો. સુભાષ આર્યકન્યા છાત્રાલયના સ્થાપના દિવસ નિમિતે વિવિધસામાજિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા ટ્રસ્ટીશ્રી રાજભાઈ ચાવડા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ પુષ્પોથી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યકમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ આર.એસ. એસ.ના સંપર્ક પ્રમુખશ્રી જીતુભાઈ ભીંડીએ આર.એસ.એસ.ની રાષ્ટ્ર સેવામાં ભૂમિકાની તથા વર્તમાન સમયમાં કયા કયા પ્રકલ્પો કામ કરી રહ્યા છે, તેની સવિસ્તારથી વાત મૂકી હતી આઝાદી સમયે વિશ્વના દેશોને એમ લાગતું કે ભારત વહીવટ નહીં કરી શકે તે મુશ્કેલી અનુભવશે પણ સરદાર પટેલ સાહેબે બધુ સુલઝાવી દીધું. નાસાના ટોટલ સ્ટાફમાં કેટલા બધા ભારતીયો છે આપણે ગૌરવ અનુભવવા જેવું છે,સૌથી ઓછા માં ઓછા ખર્ચમાં આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ. જેવી છે એવી મારી મા છે એ ભાવ આપણામાં જતો રહ્યો છે, રાષ્ટ્ર પ્રથમ છે એ આપણામાં લાવવાની જરૂર છે.

આ પ્રસંગે જેમાં રીચ થીંકર, વકતા લેખકશ્રી ડૉ.અંકિતાબેન મુલાણીનું પ્રેરક વ્યાખ્યાન રાખવામા આવેલ જેમાં બહેનશ્રીએ એબીસીડીના તમામ અક્ષરોને વિદ્યાર્થી જીવન સાથે જોડી અનેક પ્રેરક દ્રષ્ટાંતો આપી જીવનલક્ષી વાતો મૂકી હતી. અંકિતાબેને વિશેષમાં જણાવ્યું હતું કે જીવન સંઘર્ષ જ માનવીને ઘડે છે. તેઓ આગળ કઈ રીતે વધ્યા એની વાત મૂકી વિદ્યાર્થીને પ્રેરણા આપી હતી તથા તમામ બહેનોને પોતાના સ્ત્રી તત્ત્વથી વાકેફ કરતી પ્રતિજ્ઞા લેવડાવી હતી. વધુમાં જણાવતા કહ્યું હતું કે આજથી ૪૮ વર્ષ પહેલા શ્રી પેથલજીભાઈ પૂ.બાપુજી એ જે સ્ત્રી કેળવણી માટે નિસ્વાર્થ કાર્ય કર્યું છે એની તુલના કોઈ સાથે ના થઇ શકે પણ એમણે ચિંધેલા રાહ પર ચાલી દેશ સેવાના, સમાજસેવાના કાર્યોમાં જરૂર સાથ આપી શકીએ.

અધ્યક્ષીય વક્તવ્ય આપતા ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવેલ કે અગાઉ બહેનો માટે કોઈ અલગથી અભ્યાસ માટે કે રહેવા માટે સલામતી ભરી કોઈ સુવિધા નહોતી ત્યારેશ્રી પેથલજીભાઈએ પોતાની દીર્ઘ દ્રષ્ટિથી આધુનિક આવાસોનું નિર્માણ કરી જૂનાગઢ વિસ્તારને શૈક્ષણિક નગરી બનાવી આ માટે તેમને આપણે યાદ કરીએ છીએ, વિદ્યાર્થી જીવનમાં તોફાન ધીંગા મસ્તીનું મહત્વ તેમણે સમજાવ્યું હતું જે રોલ આપણને મળ્યો છે એ સુપેરે અદા કરવો જોઈએ. પૂરો કરી જ લેવો જોઈએ એમ કહ્યું હતું.

વધુમાં જણાવતા જવાહરભાઈ સાચા રાહબર અને સાચા માર્ગદર્શક છે.એમની પ્રેરણા અને સેવા સમાજ માટે ખૂબ જ હિતકર છે અને રહેશે.આ સેવાકીય અને વિશિષ્ટ કાર્યક્રમમાં શ્રી ઈકબાલભાઈ મારફતિયા, રાજેશભાઈ બુચ, શ્રીમતી મીતાબેન ચાવડા, ટ્રસ્ટી શ્રી રાજભાઈ ચાવડા, મેઘનાબેન ચાવડા, શ્રી ગોવિદભાઈ ચાવડા ડૉ.સુભાષ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ દીપકભાઈ પટેલ પૂ.પેથલજીભાઈ ચાવડાના પરિવારજનો, સ્નેહીજનો તથા અનેક નગરજનો અને શ્રેષ્ઠીઓ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

આ ઉજવણી નિમિતે યોજાયેલ રક્તદાન શિબિરમાં અનેક મિત્રો,સ્નેહીજનો ડૉ.સુભાષ પરિવાર સાથે જોડાયેલા અધ્યાપકો અને ખાસ તો વિદ્યાર્થી ભાઈ –બહેનોએ રક્તદાન કરી પૂ.બાપુજીને ભાવાંજલિ આપી હતી.જેમને સંસ્થા પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડાએ અભિનદન પાઠવી હ્ર્દય નો આનંદ પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમના અંતિમ દોરમાં રાત્રે વિખ્યાત હાસ્ય કલાકાર શ્રી હિતેશભાઈ અંટાળાનો હાસ્યરસ નો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમણે તમામ શ્રોતાઓનનું જ્ઞાન સાથે મનોરંજના કરતા પેટ પકડીને ભરપૂર હસાવ્યા હતા. આ કાર્યક્રમનું સુચારું સંચાલન કરતા કોલજ આચાર્યશ્રી બલરામ ચાવડાએ પૂ.બાપુજીની જીવન ઝરમરનો પરિચય આપી આગવા અંદાજમાં સંચાલન કરી સહુને સાહિત્યના સોંદર્ય અને સત્વનો પરિચય કરાવ્યો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)