ડો.સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, જૂનાગઢ ખાતે ઉદ્યમિતા સાહસિકતા તાલીમનુ આયોજન.

એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ બેચ નં. 33નું આયોજન કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ટ્રેનિંગ તા. 23 -12-24 થી તા.28-12-24 સુધી ડો. સુભાષ મહિલા કોલેજ,જૂનાગઢ ખાતે આપવામાં આવશે.

જેમાં દરરોજ વિવિધ વિષયો પર જુદા જુદા વિદ્વાન વક્તાઓ દ્વારા અધ્યતન તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં જૂનાગઢ, ભેસાણ, માળીયા હાટીના અને કેશોદના વિદ્યાર્થીઓ જોડાયા છે. આજના વિદ્યાર્થીઓમાં નોકરી સિવાયના સ્વતંત્ર રોજગાર વ્યવસાયના વિચારો પ્રગટે અને તેમાં કઈ રીતે આગળ વધી શકાય. આજના સમયમાં કયા વ્યવસાયની વધુ માંગ છે, તે વિકસાવવા માટે કેવા કેવા કૌશલ્ય જોઈએ, કયા ઠેકાણેથી ફંડિંગ પ્રાપ્ત થાય તથા નવા આયોજનની રૂપરેખા કઈ રીતે બનાવી શકાય.

આવા બધા વિષયો પર જુદા જુદા વક્તાઓ પાંચ દિવસ તાલીમાર્થીને તાલીમ આપશે. આ તાલીમ શિબિરનું ઉદઘાટન સાહિત્ય મર્મજ્ઞ આચાર્યશ્રી ડો. બલરામ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમને પોતાના વક્તવ્યમાં ડૉ.સુભાષ એકેડેમીની આગવી શિક્ષણ પરંપરા વિષે જણાવી ઉદ્યોગ સાહસિકતાના મહત્વને સમજાવ્યું હતું. સોરઠ વિસ્તારની આ કોલેજોના 60 થી વધુ વિદ્યાર્થીઓ આ તાલીમ લઈ પોતાને રસના વિષયમાં આગળ વધુ વિચારતા થાય અને આગળ વધે એવી આશા સાથે તાલીમ યોજવામાં આવી છે.

તાલીમના પ્રથમ દિવસે શ્રી હેતલ પાઠકએ આ તાલીમ વિશેનો ઉઘાડ કરી આપી તેની ઝીણવટભરી માહિતી પૂરી પાડી કહ્યું હતું કે આપ સહુ તાલીમાર્થી પાંચ દિવસના અંતે ઘણું પ્રાપ્ત કરી નવા વિચારો કરતા થઇ જશો અને તમારા મિત્રમંડળને પણ કહેતા આનંદ અનુભવશો. આ પ્રકારના વિધાર્થીલક્ષી કાર્યક્રમો યોજવા માટે સંસ્થાના ટ્રસ્ટીશ્રી જવાહરભાઈ ચાવડાએ સહુને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)