” ડો.સુભાષ મહિલા ખાતે આપતિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય શિબિરનો આરંભ “

અત્રે, રાહત નિયામક ની કચેરી મહેસુલ વિભાગ ગાંધીનગર તથા કલેકટર કચેરી ડિઝાસ્ટર શાખા જૂનાગઢ દ્વારા ડો. સુભાષ મહિલા કોલેજના ઉપક્રમે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત ત્રિદિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાના વરદ હસ્તે આજ રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એમણે આપતિ વ્યવસ્થાપન અંગે સ્થાનિય સ્તરે કરવાની કામગિરીમાં મહિલાઓની ભાગિદારી, યોગદાન અને કામગિરી વિશે પોતાનું સ્તુત્ય મંતવ્ય રજૂ કર્યું હતું. ત્રિદિવસીય શિબિરમાં આપતિ વ્યવસ્થાપન અંગે તાલિમાર્થીઓને વૈજ્ઞાનિક ઢબે કામગિરી કેમ કરવી એ અંગે ઈન્ટરનેશનલ રેસ્ક્યુ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકરે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. શિબિરના પ્રથમ દિવસે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પરીચય અને વ્યવસ્થાપન પહેલાં અને પછીની ભૂમિકા વિશે વિગતે વાત થઈ હતી. આ પ્રસંગે તાલીમાર્થીઓને બચાવ કામગિરી કરતી વખતે કઈ કઈ બાબતની કાળજી લેવી અને દોરડાની મદદથી જૂદી જૂદી કામગિરી અંગે પ્રેક્ટિસ કરાવીને બચાવ કામગિરીમાં એનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે આપતિ વ્યવસ્થાપન માટે આવેલા પ્રશિક્ષાર્થીઓએ સહયોગી બની ટ્રેનિંગ પ્રોગ્રામને સફળતા પૂર્વક પાર પાડ્યો હતો.
શિબિરના આરંભે સંસ્થાની પરંપરા મુજબ સંસ્થાના આદ્ય સ્થાપક પેથલજીભાઈ ચાવડાનું પૂણ્ય સ્મરણ કરી સ્મરાંણજલિ ગાનથી શિબિરનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત ટ્રેનરોને સંસ્થા વતી સ્વાગત અભિવાદન કરતાં આચાર્ય એ નવતર પરંપરા મુજબ સૌનું પુસ્તક આપી અભિવાદન કર્યું હતું. આ ઉપક્રમની સફળતા માટે સંસ્થાના વડા અને જાહેર જીવનના મોભી જવાહરભાઈ ચાવડાએ આયોજન માટે ધન્યવાદ પાઠવી સૌને શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ