તંત્રએ ન સાંભળતા થરાદના પઠામડાના ગામલોકોએ જાતે પાઈપ રીપેર કરી

થરાદના પઠામડાના ગામે પીવાના પાણી માટે ગામલોકોની રજૂઆતો ધ્યાને ન લેવાતા આખરે ગ્રામજનોએ ટ્રેક્ટર લોડર મશીન પર ચડી પાઇપ રીપેરીંગ કરી ગામમાં પાણીની વ્યવસ્થા કરી છે.

સાત મહિનાથી પાઈપ રીપેર કરવામાં તંત્રની ઢીલી નીતિ
ગામમાં છેલ્લા સાતેક મહિનાથી વહીવટદાર હસ્તે પંચાયત હોવાથી ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.થરાદ તાલુકાના કેટલાક ગામોમાં પંચાયત વગર ધણીયાતી હોય તેમ વહીવટ ખોરંભે ચડ્યો છે.જેમાં પંચાયતની કામગીરી વહીવટદાર હસ્તે હોવાથી ગ્રામજનોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.

ગામલોકોએ જાતે પાઈપ રીપેર કરી
ગામમાં સરપંચ ન હોવાથી ગામની પ્રાથમિક સુવિધાઓ બાબતે ગ્રામજનોએ કોને રજૂઆત કરવી એ મુશ્કેલ બની ગયું છે. જોકે ગામમાં પીવાના પાણી માટે બોર પંચાયત હસ્તક કાર્યકત છે ત્યારે પાઇપલાઇનમાં લીકેજ હોવાથી ગ્રામજનો ઘણા દિવસો રાહ દેખીને બેઠા હતા પરંતુ પંચાયત દ્વારા કોઈ કામગીરી ન કરતાં ગામના યુવાનો અને આગેવાનો દ્વારા પાઈપનુ રીપેરીંગ કામ કરી ગામમાં પાણીની સમસ્યા દૂર કરવામાં આવી છે ત્યારે હાલમાં તંત્રના વાંકે ગ્રામજનોને ખુદ સ્વખર્ચે મહેનત કરી પાણી મેળવવા પણ મથામણ કરવી પડી રહી છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)