સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત ના શાળા ઓ માં ભણતા વિદ્યાર્થી ઓમાં રહેલ પ્રતિભા બહાર લાવવા રાષ્ટ્રીય નીતિઓના અમલીકરણ ને સરસ બનાવવા રમત ને પ્રોત્સાહન સાથે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રમત મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વલસાડ માં આવેલ બી.કે. સાઇનસ કોલેજ ના ઓડિટોરિયમ ખાતે હાર્મોનિયમ વાદક ની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વલસાડ જીલ્લા ની 4 તાલુકા ની શાળા એ ભાગ લીધો હતો,
તેમજ હાર્મોનિયમવાદક ની સ્પર્ધા માં વલસાડ ની સેઠ આર.જે.જે. શાળા ની વિદ્યાર્થીની ચેલ્સી ભાવેશ કુમાર પટેલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી હતી. ચેલ્સી પટેલ દ્વારા જિલ્લા માં હાર્મોનિયમવાદક તરીકે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની શાળા સેઠ .આર.જે જે સ્કુલ તથા પોતાનું ગામ અટગામ નું નામ રોશન કર્યું હતું. ચેલ્સી પટેલ ની સફળતા પાછળ એમના નાના પ્રવીણ ભાઇ પટેલ જે અંબાચ ગામના હાઇસ્કુલ નાં નિવૃત્ત શિક્ષક છે તથા ચેલ્સી ના સંગીત ગુરુ સુભાષ પટેલ નો મહત્વ નો ફાળો રહ્યો છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ (ખેરગામ)