તળાજા પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા મારામારીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડ્યો છે.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તેમજ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબની સૂચનાઓને અનુસરીને શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓ અને ગુન્હેગારોને પકડવા માટે તંત્ર દ્વારા સતત તાકીદ કરવામાં આવી રહી છે. આ સૂચના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલિંગ દરમિયાન તળાજા તાલુકાના દકાના ગામના બસ સ્ટેન્ડ ખાતે પહોંચી હતી.

તે દરમિયાન બાતમી આધારે પોલીસ ટીમે એક શખ્સને અટકાવ્યો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, અટકાવાયેલ વ્યક્તિ વિપુલસિંહ દશરથસિંહ રાઠોડ (ઉંમર 25, રહે. ખંઢેરા, તા. તળાજા, જી. ભાવનગર) છે, જે તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુન્હામાં પકડવાનો બાકી હતો. આરોપી તે સમયે વાદળી-પીળા કલરનું ડિઝાઇનવાળું ટી-શર્ટ અને બ્લુ કલરનું લોઅર પેન્ટ પહેરીને બસ સ્ટેન્ડ નજીક હાજર હતો.

આરોપીની સામે તળાજા પોલીસ સ્ટેશનમાં પાર્ટ ગુ.ર.નં. 0072/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 115(2), 118(1), 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધાયેલ છે. પોલીસ દ્વારા આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કામગીરી કરનાર સ્ટાફ

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કૉન્સ્ટેબલ અરવિંદભાઇ બારૈયા, ભરતસિંહ ડોડીયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર, ગંભીરભાઇ પરમાર અને પ્રજ્ઞેશભાઇ પંડયા દ્વારા કરવામાં આવી હતી.

📍 અહેવાલ: સતાર મેતર, ભાવનગર