તાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ૪૦ વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. ૭,૧૪૦ દંડ વસૂલાયો

તાલાલા-કોડિનાર, તા. –
ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડિનાર વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન COTPA-2003 એક્ટની કલમ ૬(અ) મુજબ ફરજિયાત ચેતવણી બોર્ડ લગાવવામાં ન આવેલા અને કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુ વેચાણ થતાં ૪૦ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી.

ટોબેકો કંટ્રોલ સેલની ટીમે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે મળીને તપાસ દરમિયાન કુલ રૂ. ૭,૧૪૦/- નો દંડ વસૂલ કર્યો છે.

ડિસ્ટ્રીક્ટ કંટ્રોલ સેલ દ્વારા જણાવ્યું કે, “૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ દંડનીય ગુનો છે.” આથી તમામ વેપારીઓને આચરણમાં સાવચેતી રાખીને નિયત સાઇઝમાં ચેતવણી બોર્ડ ફરજીયાત લગાવવાનું સૂચન આપવામાં આવ્યું છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ