તાલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૦૧૮૨/૨૦૨૫ બી.એન.એસ ની કલમ-૩૦૩(૨),૩૦વ્પ(ગ),મુજબના ગુન્હાના કામે ફરીયાદી રમેશચન્દ્ર લાખાભાઈ ડાંડ(સીરોયા) લેઉવા પટેલ ઉમર ૫૭ ધંધો .નોકરી તથા ખેતી રહેવાસી તાલાલા ઠે. પટેલ ચોરા પાસે લોહાણા મહાજન વંડીની સામેની શેરી તાલુકો તાલાલા વાળાએ ફરીયાદ લખાવેલ કે તા.૦૯/૦૨/૨૦૨૫ ના કલાક ૨૧/૧૫ થી કલાક ૨૩/૦૦ વાગ્યાના સમય દરમ્યાન આ કામના અજાણ્યા ચોર ઇસમે ઉપરોક્ત જણાવેલ સ્થળે ફરીયાદીની માલીકીની TVS કંપનીની જયુપીટર મોપેડ જેના રજી.ન.GJ-32-Q-9001 વાળીની ડેકીની અંદર રાખેલ કાળા કલરના ઝબલામાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય જેથી ઉપરોક્ત નંબરથી ગુન્હો રજીસ્ટર થયેલ જે આધારે,
તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી સાહેબનાઓએ ઉપરોક્ત ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હો ડીટેકટ કરવા તેમજ આરોપીને શોધી કાઢવા તાલાલા સર્વેલન્સ સ્ટાફને સુચના કરેલ હોય જેથી અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીની ઓળખ કરી આરોપીની શોધખોળ દરમ્યાન ચોરી કરેલ આરોપીને ચોરીમા ગયેલ રોકડ રકમ રૂ.૫૦,૦૦૦/- કબ્જે કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી:-
રાજેશભાઇ ઉર્ફે રાજુ વિઠ્ઠલભભાઇ મકવાણા રહે, તાલાલા શ્રી કુષ્ણકુંજ સોસાયટી તા.તાલાલા.
- કબ્જે કરેલ મુદામાલ :-
(૧) રોકડ રકમ રૂ.૫૦,૦૦૦/-
કુલ મુદામાલ ની કિ.રૂ.૫૦,૦૦૦/-
- કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.ગઢવી તથા એ.એસ.આઇ સોનિગસિંહ સિસોદીયા તથા કાળુભાઇ કારીયા તથા રણજીતસિંહ ડોડીયા તથા પો.હેડ.કોન્સ ગોવિદભાઇ મારૂ પો.કોન્સ કલ્પેશભાઇ વાઢેર તથા સિધ્ધરાજસિહ પરમાર દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
અહેવાલ પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)