તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત 10 મી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ગીર ક્રિકેટ એસોસિએશન વિરપુર (ગીર) મુકામે યોજાયેલ. આ ટુર્નામેન્ટમાં તાલાલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય કરાવતા શિક્ષક મિત્રો દ્વારા કુલ ચાર ટીમોનું આયોજન કરેલ.
આ ટુર્નામેન્ટનું શુભારંભ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનનીય મહેન્દ્રભાઈ પિઠીયા દ્વારા કરવામાં આવેલ. વધુમાં વધુ શિક્ષક મિત્રો ભાગ લીધેલ છે તેમજ શિક્ષકો દ્વારા આ સુંદર આયોજન થયેલ છે ત્યારે શિક્ષકોમાં સંગઠનની ભાવના વિકસે છે પરસ્પરસ વિચારોની આપલે કરે ,ખેલદિલીની ભાવના વિકસે અને ખેલ મહાકુંભ અંતર્ગત પણ વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય ત્યારે રમશે ગુજરાત,જીતશે ગુજરાત ના વૈચારિક ક્રાંતિ સાથે આગળ વધીએ તેવી વાત મહેન્દ્રભાઈ પિઠીયા દ્વારા તેમના પ્રાસંગિક પ્રવચન દ્વારા કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટ માં ચાર ચાંદ લગાવતા તાલાલા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર માનનીય શ્રી ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહેલ, તેમના હસ્તક મેન ઓફ ધ મેચ થયેલ ખેલાડી મિત્રને ટ્રોફી એનાયત કરેલ. ટોચ ઉલાળી ને ટુર્નામેન્ટની ચોથી ઈનિંગ ની શરૂઆત કરાવેલ અને પોતે પણ શિક્ષકો સાથે બેટિંગ કરીને જોમ જુસ્સો પૂરો પાડેલ.
આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ, બેસ્ટ બેસ્ટમેન,બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર,મેન ઓફ ધ સીરીઝ, રનસ અપટીમ /વિજેતા ટીમ ને દાતાશ્રીઓ દ્વારા તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી અને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પરબતભાઈ ચાંડેરા , તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મયુરભાઈ વસોયા તેમજ તાલુકા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો દ્વારા આપવામાં આવેલ ટ્રોફી તેમના વરદ દસ્તે એનાયત કરવામાં આવેલ.
ફાઇનલ મુકાબલો આકોલવાડી સી.આર.સી બીટ અને ઘુશીયા સી.આર.સી બીટ વચ્ચે યોજાયેલ જેમાં ભારે રસાકસી ના અંતે ઘુશિયા સી.આર.સી બીટ વિજેતા થયેલ ત્યારે ભાગ લીધેલ તમામ શિક્ષક મિત્રોને તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
આ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન ભોજન સાથે આયોજક ટીમ દ્વારા સફળ રીતે કરવામાં આવેલ. ફરી મેદાનના દાતાશ્રીઓ, ટ્રોફીના દાતાશ્રીઓ અને ભાગ લીધેલ તમામ શિક્ષક ભાઈઓનું પ્રાથમિક શિક્ષક સંઘ અને આયોજક ટીમ ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ પાઠવે છે.
અહેવાલ : દિપક જોશી (પ્રાંચી ગીર સોમનાથ)