
તાલાલા, તા. 10 મે,
તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાંગ્લાદેશી મહિલા વિઝા કે અધિકૃત દસ્તાવેજો વિના ભારતમાં રહેતી હોવાનું જાણવા મળતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને આ મહિલાને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી સામે સઘન કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ અનુસંધાને જુંનાગઢ રેન્જના IGP નિલેશ જાંજડીયા અને ગીર સોમનાથના SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, તાલાલા પોલીસ એક્શનમાં આવી હતી.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તાલાલા ટાઉન વિસ્તારમાં એક શકમંદ મહિલાની ઓળખ થઈ હતી. સ્ત્રી પાસે કોઈ આધારકાર્ડ, પાનકાર્ડ કે ચૂંટણીકાર્ડ ન હોવાથી તપાસ કરતા તેણે પોતે બાંગ્લાદેશની રહેવાસી હોવાની કબુલાત કરી હતી. તપાસ દરમિયાન પાસપોર્ટ નં. A01209338 ની નકલ મળતા તેનું બાંગ્લાદેશી નાગરિક હોવું પુષ્ટિ પામ્યું હતું.
પકડી પડાયેલી મહિલા:
નિહારબાનુ વાલદા બાબુલ બિશ્વાસ, ઉ.વ. 42, રહેવાસી – નમાઝગ્રામ, બેનાપોલપોર્ટ, જશોરે, બાંગ્લાદેશ. હાલ ભિક્ષાવૃત્તિ કરતી હતી અને છેલ્લા કેટલાંક દિવસથી તાલાલા વિસ્તારમાં રહી રહી હતી.
કાર્યમૂળ ટીમ:
પો.ઇન્સ. જે.એન. ગઢવી (તાલાલા પો.સ્ટે.), SOG ઇન્ચાર્જ પો.ઇન્સ. એન.એ. વાઘેલા, પો.સબ.ઇન્સ. પી.વી. ધનેસા તથા તાલાલા અને SOG પોલીસ સ્ટાફે સફળ કામગીરી અંજામ આપી.
અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ