તીર્થધામ પંચાળા સ્વામિનારાયણ મંદિરે 44 મો પાટોત્સવ ઉજવાયો.

કેશોદ:

કેશોદ તાલુકાનું પંચાળા ગામ ભગવાન સ્વામિનારાયણ પંચતિર્થ નું મહત્વનું પવિત્ર તીર્થ ધામ ગણવામાં આવે છે જ્યાં ભગવાન ઘનશ્યામ મહારાજ ની પધરામણી થયેલ હતી.

જેથી આ તીર્થ ધામ ને અક્ષરધામ ની ઉપમા આપવામાં આવે છે.

આજે વૈશાખ વદ 5 નાં રોજ ઘનશ્યામ મહારાજનો 44 મો પાટોત્સવ બે દિવસ માટે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી. આ પાટોત્સવનાં યજમાન ડો વિનાયકુમાર રતિલાલ ત્રાંગડિયા નો પરિવાર, ગામેગામથી પધારેલ સંતો, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતાં.

સ્વામી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામચરણ દાસજીનાં જણાવ્યા મુજબ પાટોત્સવનાં દિવસે ભગવાન ઘનશ્યામ મહારાજ નો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવેલ આવેલ.સત્સંગ સભામાં જામનગર, જુનાગઢ, લોએજ, કાલવાણી , માંગરોળ થી પધારેલ સંતો દ્વારા આશીર્વચન પાઠવેલ હતાં માળિયા નાં ડો રામાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણ ને બે સોનાના મુગટ અર્પણ કરવામાં આવ્યા હતા મહા આરતી બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લીધો હતો, આ ઉત્સવને સફળ બનાવવા પ્રેમપ્રકાશ સ્વામી, ભંડારી સ્વામી, ભાવેશ ભગત, રમણ ભગત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)