તીર્થભૂમિ પ્રાચી ખાતે આહીર ભવનનુ ખાતમુર્હુત કરવામાં આવ્યું…

તીર્થ ભૂમિ પ્રાચી ખાતે આજે અખિલ ગુજરાત આહીર સમાજ ના ભવન નુ ખાતમુર્હુત સમાજ ના અગ્રણીઓ ભાઈ ઓ બહેનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.આહીર ભવન બન્યા બાદ સમગ્ર રાજ્ય માંથી પિતૃ મોક્ષાર્થે આવતા આહીર સમાજના લોકોને રહેવા માટે ઉત્તમ સુવિધા મળશે.આ આહીર ભવન ના 36 રૂમ સાથે વિશાળ કિચન અને વિશાળ હોલ સાથે રાધાકૃષ્ણ મંદિર અને યજ્ઞશાળા સહિત 4444 વાર ની જગ્યા માં આ ભવનનુ નિર્માણ થશે. આજે ખાતમુર્હુત પ્રસંગે હજારો ની સંખ્યા આહીર સમાજ મહાનુભાવો અને અગ્રણી અને સમાજ ના લોકો ની ઉપસ્થિતિમાં માં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી લોઢવા કન્યા શાળાની દીકરીઓ અને મહાનુભવાની ઉપસ્થિતિમાન કરવામાં આવ્યો હતો આ તકે ફોરમ બેન અને કુલીનભાઈ સંપતનું લખમી બેન નું મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું,વહેલી સવારે તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ની ઉપસ્થિતિમાં માધવરાય ભગવાન ના સાનિધ્યમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું માધવરાય ભગવાન મંદિર થી પ્રાચી બસ સ્ટેન્ડ સુધી સમાજ ના અગ્રણીઓ અને યુવાનો આ સફાઈ અભિયાન માં જોડાયા હતા આ આ તકે ભગવાનભાઈ બારડ પ્રાચી તીર્થ ભૂમિને સ્વસ્થ રાખવા માટે લોકોને સંદેશ આપ્યો હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા સુત્રાપાડા તાલાલા વેરાવળ અને કોડીનાર તાલુકા આહીર યુવક મંડળ અને ટ્રસ્ટીઓ એ ભારે જેહમત ઉઠાવી હતી

અહેવાલ : દિપક જોશી, પ્રાચી તીર્થ