_જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તનકરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._ _જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે *૨૪*૭* મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._ _ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ૫ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ સોનાની ચેન, મોબાઇલ ફોન, રોકડ રૂપિયા તથા કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
(૧) અરજદાર વાહિદભાઇ ઇકબાલભાઇ કાબરાનો રૂ.૨૯,૯૯૦/- ની કિંમતનો Vivo કંપનીનો V23 ખોવાયેલ મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ*_ _અરજદાર વાહિદભાઇ ઇકબાલભાઇ કાબરા જુનાગઢના વતની હોય અને પોતાની બાઇક લઇ સીવીલ હોસ્પિટલથી અજંતા ટોકીઝ તરફ જતા હોય તે દરમ્યાન તેમનો *રૂ.૨૯,૯૯૦/- ની કિંમતનો Vivo કંપનીનો V23 મોબાઈલ ફોન રસ્તામાં ક્યાંક પડી* ગયેલ હોય. વાહિદભાઈ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર તપાસ કરેલ પરતું મોબાઈલ ફોન મળી આવેલ નહી. મોબાઈલ ફોન મળવો તેમના માટે ખૂબ જરૂરી હોય મોબાઈલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય મોબાઈલ ફોન કેવી રીતે શોધવો જે બાબતથી વાહિદભાઈ ખૂબ વ્યથીત થઇ ગયેલ હોય નેત્રમ શાખા દ્વારા *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ચેક કરતા* વાહિદભાઈનો રૂ. ૨૯,૯૯૦/- ની કિમતનો Vivo કંપનીનો V23 મોબાઈલ ફોન એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા ઉઠાવી લેવાનુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો આાગળનો સમગ્ર રૂટ ચેક કરી તે બાઇકનો રજી.નં. GJ-11-BP-9390 શોધેલ. તે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા બાઇક ચાલક્ને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ. આમ *નેત્રમ શાખા દ્વારા અરજદાર વાહિદભાઈ કાબરાનો રૂ.૨૯,૯૯૦/- ની કિમતનો Vivo કંપનીનો V23 મોબાઈલ ફોન* તાત્કાલીક શોધી પરત અપાવવા બદલ ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરેલ. તથા નેત્રમ શાખાની ટીમને પણ મોબાઈલ ફોન શોધવા માટે કરેલ અથાક પ્રયત્નથી પ્રભાવીત થઇ નેત્રમ શાખાની સમગ્ર ટીમને આભાર વ્યક્ત કરેલ.
(૨) અરજદાર નિરૂપાબેન વજુભાઇ સાકરીયાનું ૨ તોલા સોનાની ચેન તથા રોકડ રૂપિયા સહિતનુ કિં. રૂ ૧,૪૩,૦૦૦/- નું ખોવાયેલ સામાનનું બેગ શોધી પરત અપાવેલ.*__અરજદાર નિરૂપાબેન વજુભાઇ સાકરીયા મેંદરડાના રહેવાસી હોય અને પોતાના પુત્ર સાથે લગ્ન પ્રસંગમાં મેંદરડાથી બાઇક લઇ જૂનાગઢ બસ સ્ટેશન ખાતે જતા હોય તે દરમ્યાન તેમનું બેગ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે *બેગમાં ૨ તોલા સોનાની ચેન કિં.રૂ. ૧,૪૦,૦૦૦/-,રોકડ રૂપિયા તથા અન્ય જરૂરી સામાન મળી કુલ કિં. રૂ. ૧,૪૩,૦૦૦/- નો સામાન હોય.* નિરૂપાબેન તથા તેમનો પુત્ર પોતાની બાઇક લઇ જે રૂટ પર પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ બેગ મળી આવેલ નહિં. બેગ કેવી રીતે શોધવુ? તે બેગમાં નિરૂપાબેનના પરીવારની પરસેવાની કમાણીથી લીધેલ ૨ તોલા સોનાનો ચેઇન જેવી કિંમતી વસ્તુ હોય આજના સમયમાં સોનાની કિંમત ખૂબ વધારે હોય ત્યારે ૨ તોલા સોનાની ચેન ખોવાતા ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આગળ શુ કરવું સોનાની ચેન કેવી રીતે શોધવી?? નેત્રમ શાખા દ્વારા નિરૂપાબેન તથા તેમનો પુત્ર પોતાની બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તે *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા* નિરૂપાબેનનું બેગ ભુતનાથ ફાટક પાસે પડતુ જણાય આવેલ છે. જે બેગ તુરંત જ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા તે બેગ ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *નેત્રમ શાખા દ્વારા નિરૂપાબેન વજુભાઇ સાકરીયાનું ૨ તોલા સોનાની ચેન તથા રોકડ રૂપીયા સહિતનું કિં.રૂ. ૧,૪૩,૦૦૦/- નું બેગ શોધી ગણતરીની ક્લાકમાં પરત અપાવેલ.
(૩) અરજદાર સોન્ટુભાઇ સુબોદઅલી શેખનું રૂ. ૬,૦૦૦/- રોકડ રકમ સહિતના સામાનનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ*_ _અરજદાર સોન્ટુભાઇ સુબોદઅલી શેખ જૂનાગઢના વતની હોય. સોન્ટુભાઇ ગાંધી ચોકથી ઓટો રિક્ષામાં બેસી ગોઘાવાવની પાટી તરફ જતા હોય. ગોધાવાવની પાટી ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમનું રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં રૂ. ૪,૦૦૦/- રોકડ, દવા તથા અન્ય જરૂરી સામાન હોય.* સોન્ટુભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. ખોવાયેલ બેગ કેવી રીતે શોધવુ?? જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા સોન્ટુભાઇ શેખ ગાંધી ચોકથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* સોન્ટુભાઇ જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-26-U-6163 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *નેત્રમ શાખા દ્વારા અરજદાર સોન્ટુભાઇ સુબોદઅલી શેખનું ખોવાયેલુ રૂ. ૬,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૪) અરજદાર સરીતાબેન નરેશભાઇ સોલંકીનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ*_ _અરજદાર સરીતાબેન નરેશભાઇ સોલંકી થાણા(મુંબઇ)ના વતની હોય જૂનાગઢ ખાતે જરૂરી કામ સબબ આવેલ હોય સરીતાબેન તથા તેમનો પુત્ર એસ.ટી. સર્કલથી સક્કરબાગ તરફ ઓટો રિક્ષામાં બેસીને જતા હોય. સક્કરબાગ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમનુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં ૩ ચાદર, મોબાઇલ ફોનનું ચાર્જર,એ.ટી.એમ. કાર્ડ તથા અન્ય જરૂરી જેવો જરૂરી સામાન હોય.* સરીતાબેને તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. સરીતાબેન થાણા(મુંબઇ)થી આવેલ હોય તથા તેમનો તમામ જરૂરી સામાન તે બેગમાં હોય જૂનાગઢ તેમના માટે અજાણ્યુ હોય તથા અહિં તે કોઇને ઓળખતા પણ ના હોય ખોવાયેલ બેગ કેવી રીતે શોધવુ?? જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા સરીતાબેન સોલંકી એસ.ટી. સર્કલથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* સરીતાબેન સોલંકી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-06-AV-8293 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા સરીતાબેન સોલંકીનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *નેત્રમ શાખા દ્વારા અરજદાર સરીતાબેન સોલંકીનું ખોવાયેલુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૫) અરજદાર લીલીબેન રામજીભાઇ ડાકીનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ*__અરજદાર લીલીબેન રામજીભાઇ ડાકી જૂનાગઢના વતની હોય. લીલીબેન ચોબારી ફાટક પાસે લગ્ન પ્રસંગમાં ગયેલ હોય ત્યાંથી પોતાના ઘરે ઓટો રિક્ષામાં બેસી પરત ફરતા હોય ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં કપડા, મોબાઇલ ફોનનું ચાર્જર તથા અન્ય જરૂરી સામાન હોય લીલીબેને તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. ખોવાયેલ બેગ કેવી રીતે શોધવુ?? જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા લીલીબેન ડાકી ચોબારી ફાટકથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો *સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરી* લીલીબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો રજી નંબર GJ-0૩-AZ-8458 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ આમ *નેત્રમ શાખા દ્વારા અરજદાર લીલીબેન રામજીભાઇ ડાકીનું ખોવાયેલુ રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ.*_ _જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ *CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી*_ • _*અરજદાર વાહિદભાઇ ઇકબાલભાઇ કાબરાનો રૂ. ૨૯,૯૯૦/- ની કિંમતનો ખોવાયેલ Vivo કંપનીનો V23 મોબાઈલ ફોન*_• _*અરજદાર નિરૂપાબેન વજુભાઇ સાકરીયાનું ૨ તોલા સોનાની ચેન તથા રોકડ રૂપિયા મળી કુલ કિં. રૂ ૧,૪૩,૦૦૦/- નું ખોવાયેલ સામાનનું બેગ અરજદાર સોન્ટુભાઇ સુબોદઅલી શેખનું રૂ. ૬,૦૦૦/- રોકડ રકમ સહિતના સામાનનુ ખોવાયેલ બેગ*_ • _*અરજદાર સરીતાબેન નરેશભાઇ સોલંકીનું રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનુ ખોવાયેલ બેગ*_ • _*અરજદાર લીલીબેન રામજીભાઇ ડાકીનું રૂ.૨,૦૦૦/- ની કિંમતના સામાનનુ ખોવાયેલ બેગ*_ _*શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને ૫ અરજદારોને તેમના કિંમતી સામાનના બેગ તેમજ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી કિંમતી સામાનના બેગ તથા મોબાઇલ ફોન શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…*__*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૫ અરજદારોનો ગુમ થયેલ કિંમતી સામાનના બેગ તથા મોબાઇલ ફોન શોધી પરત મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ પરત કરેલ હતો.*_સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ:__*પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, હેડ.કોન્સ. વિક્રમભાઇ જીલડીયા, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, અંજનાબેન ચવાણ, દક્ષાબેન પરમાર, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)