જૂનાગઢ તા.2/1 જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા,જીલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા,જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ૪ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ રોકડ રકમ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ, મોબાઇલ ફોન તથા ટુલકિટ સહિતનું બેગ મળી કુલ કિંમત રૂ. ૫૫,૫૦૦ /- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..
(૧)અરજદાર દર્ષિતભાઇ સંજયભાઇ કણસાગરાનો રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો K10 5G ખોવાયેલ મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(૨)અરજદાર સંજયભાઇ શુભરાવ બાબરનો રૂ.૨૫,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ One Plus કંપનીનો Note CE3 Lite મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ.
(3)તમારૂ પર્સ ખોવાયેલ છે? રૂ. ૧૦,૦૦૦/- રોકડ રકમ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પર્સ સામેથી બોલાવી પરત આપેલ
(૪)અરજદાર મિત્રકુમાર રજનીકાંતભાઇનુ રૂ.૨,૫૦૦/- ની કિંમતનુ ટુલકિટનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ
આટલી ઝડપથી કિંમતી સામાનના બેગ, પર્સ તથા મોબાઇલ ફોન શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ -પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. નિલેશગીરી મેઘનાથી, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, નરેન્દ્રભાઇ દયાતર, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)