જૂનાગઢ જિલ્લા ના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ તા 4 -2-ના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં કેશોદ ના જોલી પાર્ક ના રહીશ સાજણબેન અરજણભાઈ ગરચર ઘર નજીક ડેરી એ થી વહેલી સવારે દૂધ લઈ ઘરે જતી વખતે કોઈ અજાણ્યા બે શખ્સ ટુ વીલ સાથે આવી સાજણ બેન ના ગળા માં પહેરેલ સોના નો ચેન લઈ નાશી ગયેલ હોય તેવા સમયે કેશોદ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાયેલ હતી ત્યારે કેશોદ પોલીસ અધિક્ષક ની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે આરોપી ને પકડી કાર્યવાહી કરેલ અને નામદાર કોર્ટ સમક્ષ રજુકરેલ મુદ્દામાલ આજરોજ મુક્ત થતાં કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક બી. સી. ઠક્કર તેમજ કેશોદ પોલીસ ઈન્સપેકટર જાદવ સહીત લોકો ની હાજરી વચ્ચે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી સાજ્ણ બેન ને સોનાનો ચેન અંદાજિત 31ગ્રામ કુલ કિંમત રૂપિયા એક લાખ સીતોતેર હજાર એકસો પચાસ નો ચેન પરત આપી કેશોદ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર નું સૂત્ર સાર્થક કરેલ હતું
અહેવાલ : રાવલિયા મધુ, કેશોદ