જૂનાગઢ:
જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજા તથા ડી.વાય.એસ.પી. એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફે ૮ અરજદારોના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા લેપટોપ, iPad, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧,૫૮,૦૦૦ના મુદામાલની શોધ કરી સમયસર મૂળ માલિકોને પરત આપી એક સફળ કામગીરી હાથ ધરાવી છે.
આ મુદામાલ શોધવામાં સાહ્યકો રહ્યો વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ થયેલો CCTV કેમેરો. આ કામગીરીમાં પોલીસ દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાકાર કરવામાં આવ્યું છે.
ખાસ નોંધનીય મામલાઓ:
- જૂનાગઢના ધ્યેયભાઇ ભાવેશભાઇ કાપડીયાનો રૂ. ૬૮,૦૦૦નું iPhone 13
- જૂનાગઢની મોનીકાબેન મુકેશભાઇ પંડ્યાનું રૂ. ૩૫,૦૦૦નું HP લેપટોપ
- અમદાવાદના વિસ્મયભાઇ પુજારાનું રૂ. ૨૫,૦૦૦નું iPad
- જુનાગઢના શાહરૂખભાઇ દોદાઇનો રૂ. ૧૫,૦૦૦નું VIVO Y22 મોબાઇલ
- જુનાગઢની ધ્રુવીબેન અતુલભાઇ ભટ્ટનું રૂ. ૧૨,૦૦૦નું Realme મોબાઇલ
- જુનાગઢના રૂષીભાઇ ઠાકરના રૂ. ૧,૦૦૦ના યોગામેટ સહિત બેગ
- જેટપુરના જયેશભાઇ મિચંદાણીનો રૂ. ૧,૫૦૦નું Itel મોબાઇલ
- જુનાગઢના નિલેશભાઇ ત્રીવેદીનો રૂ. ૫૦૦નું Jio કીપેડ ફોન
મુદ્દામાલ પરત મળતાં તમામ અરજદારો દ્વારા જુનાગઢ પોલીસને આભારી વ્યક્ત કરવામાં આવ્યો.
આ સફળ કામગીરીમાં પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો. કોન્સ. રાહુલભાઇ મેઘના, જાનવીબેન પટોળીયા, રૂપલબેન છૈયા, પ્રજ્ઞાબેન જોરા, ભાવિશાબેન સિસોદિયા, દક્ષાબેન પરમાર તથા એન્જીનીયર રીયાઝભાઇ અંસારીનો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ