જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇંન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડીવાય.એસપી. એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્વારા જુદી જુદી ૬ વ્યક્તિઓના સોનાની વીંટી,ચાંદીની લક્કી, ૩ મોબાઇલ ફોન, રોકડ રકમ સહિતનો કુલ કિંમત રૂ.૧,૦૭,૨૦૦/- નો મુદામાલ અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ કિંમતી સામાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
(૧) અરજદાર રાગીનીબેન કોઅંતેનો રૂ.૩૫,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ કોન ગણતરીની ક્લાકમાં શોધી પરત અપાવેલ
(૨)અરજદાર હરેશભાઇ કરંગીયા નુ રૂ.૨૦,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ સોનાની વીંટી સહિતના સામાનનું પર્સ પરત અપાવેલ
(૩) અરજદાર ચીમનભાઇ ઉકાણી નો રૂ.૧૮,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ પરત અપાવેલ.
(૪) અરજદાર જીગ્નેશભાઇ પરમાર નો રૂ.૨૮,૫૦૦/- ની કિંમતનો ખોવાયેલ મોબાઇલ સહિતના અગત્યના ડોક્યુમેન્ટસ ની થેલી પરત અપાવેલ.
(૫) અરજદાર ભનુભાઇ મકવાણા ના રૂ.૩,૨૦૦/- રોકડ રકમ સહિતનાં સામાન નુ ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ.
(૬) અરજદાર હસનખાન બેલીમની રૂ.૨,૫૦૦/- ની કિંમત ની ખોવાયેલ ચાંદીની લક્કી પરત અપાવેલ.
નેત્રમ શાખા દ્વારા સામાન શોધી આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સફળ કામગીરી કરનાર અધિકારી, કર્મચારીઓમાં સર્વ શ્રી પીએસઆઇ. પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, પાયલબેન વકાતર, ગીરીશભાઇ કલસરીયા, ખુશ્બુબેન બાબરીયા, એન્જીનીયર નિતલબેન મહેતા નો સમાવેશ થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)