ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓ” વિષયક ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો ઉદ્દેશ સમગ્ર સમાજમાં નવા કાયદાઓ અંગે જાગૃતિ લાવવાનો અને વિવિધ સર્જનાત્મક માધ્યમોથી માહિતીના પ્રસારનો હતો.
સ્પર્ધાઓમાં ભાગ લેનાર સ્પર્ધકોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાની સ્પર્ધકોને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના હસ્તે રોકડ ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિજેતાઓને મળેલા સન્માનથી અન્ય યુવાનોમાં પણ જાગૃતિ અને સજાગતાની ભાવના વિકસે, તેવો સંદેશ આપતો આ કાર્યક્રમ નિર્ભર સમાજ ઘડતર તરફનો મજબૂત પગથિયો સાબિત થયો છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, (વેરાવળ-સોમનાથ).