ત્રીપુરાના રાજ્યપાલ શ્રી ઈન્દ્ર સેન રેડ્ડીનો ગિરનાર શક્તિપીઠ પર દર્શન — માતાજીના ચરણોમાં શ્રદ્ધાથી નમન, ગુજરાતની આદ્યાત્મિક સમૃદ્ધિની કરેલ પ્રશંસા!

જૂનાગઢ, તારીખ ૮ એપ્રિલ ૨૦૨૫:
જૂનાગઢના ગિરનાર પર્વત પર વસેલા પાવન શક્તિપીઠ, માતા અંબાજીના મંદિરમાં ત્રિપુરા રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી ઈન્દ્ર સેન રેડ્ડીજીએ આજના રોજ શ્રદ્ધા તથા ભક્તિભાવથી દર્શન અને પૂજન-અર્ચન કર્યું.

માતાજીની આરતીમાં સામેલ રહીને શ્રી રેડ્ડીજીએ સમગ્ર રાજ્ય માટે શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે પ્રાર્થના કરી હતી. તેઓ સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર ટ્રસ્ટના પૂજારીઓ દ્વારા રાજ્યપાલશ્રીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું અને માતાજીની ચૂંટણી ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા.

આ અવસરે રાજ્યપાલશ્રીએ ગિરનાર પર્વતની આધ્યાત્મિકતા અને અદ્વિતીય શાંતિમય માહોલની પ્રશંસા કરતા જણાવ્યું કે, “ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને શક્તિસ્થળોની ભવ્યતા મને આત્મિક શાંતિ અને ભાવિકતાનું અહેસાસ અપાવે છે.”

આ વિઝિટના અંતે રાજ્યપાલશ્રીએ તમામ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો અને માતાજીના આશીર્વાદથી દેશ-રાજ્યમાં સુખ-સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા આપી.


📸 અહેવાલ અને ફોટોગ્રાફ્સ:
જગદીશ યાદવ, જૂનાગઢ