*થરાદના લવાણા ગામે ગરમીથી બચવા મતદારોનો દેશી જુગાડ, જુઓ શું લઈને પહોંચ્યા મતદાન મથકે*
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામલોકો તાપ અને અસહ્ય ગરમી વચ્ચે પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે. મતદાન મથકો પર વ્યવસ્થાના અભાવે ક્યાંક મતદારો જાતે જ ગરમીથી બચાવ માટે દેશી વ્યવસ્થાઓ થકી મતદાનનો ઉત્સાહ બતાવી રહ્યા છે.
*સરહદી વિસ્તારના મતદારોમાં અનેરો ઉત્સાહ*
અસહ્ય ગરમી વચ્ચે ચાલી રહેલા મતદાનમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે થરાદના લવાણા ગામે ગરમી અને તડકાથી બચવા મતદારોએ એક દેશી જુગાડ કર્યો છે જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
*ગરમીથી બચવા કેવો કર્યો દેશી જુગાડ*
થરાદના લવાણા ગામે મતદારોએ ગાદલાનો છાંયડો કરી મતદાન કરવા લાઈનમા ઉભેલા જોવા મળ્યા હતા અસહ્ય ગરમીમાં રાહત મેળવવા ગામના લોકોએ આ દેશી જુગાડ શોધી કાઢ્યો હતો જેનો વીડિયો બનાવી સ્થાનિક લોકોએ વાયરલ કર્યો હતો.
*જિલ્લામાં સૌથી વધુ મતદાન થરાદમાં*
સરહદી વિસ્તારમાં સૌથી વધુ ગરમી નોંધવામાં આવે છે તેમ છતાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ત્રણ વાગ્યા સુધી સૌથી વધુ મતદાન થરાદમાં 61.04 થયું હતું જોકે વાવ 57.82, ધાનેરા 55.55, દાંતા 59.04, પાલનપુર 52.83, ડીસા 47.61, દિયોદર :- 57.57 નોંધાયું હતું. જોકે કુલ મતદાન 3:00 વાગ્યા સુધી 55.76% નોંધાયું છે.
*અયુબ પરમાર – બનાસકાંઠા*