થરાદના લુણાલ ગામે વિધાનસભા અધ્યક્ષે બાજરીના પાકમાં પડેલી જીવાતનુ જાત નિરીક્ષણ કર્યું હતું*

*થરાદના લુણાલ ગામે વિધાનસભા અધ્યક્ષે બાજરીના પાકમાં પડેલી જીવાતનુ જાત નિરીક્ષણ કર્યું હતું*

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં ઉનાળું બાજરીના પાકમાં કાતરા જીવાતના ઉપદ્રવથી ચિંતિત બનેલા ખેડૂતો પાસે વૈજ્ઞાનિક ટિમો.પહોંચ્યા બાદ આજે ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા હતા અને ખેતરે ફરી કાતરા જીવાતનુ જાત નિરીક્ષણ કર્યું હતું.

 

*જીવાતનુ નિરીક્ષણ ખેડૂતો સાથે કરી ચર્ચા કરી*

થરાદના લુણાલ ગામે વિધાનસભા અધ્યક્ષે ખેડૂતો સાથે આજે મુલાકાત કરી હતી બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં આ વર્ષે ઉનાળું સિઝનમાં બાજરીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે સારા વાવેતર થયાની ખુશી ખેડુતો માટે વધારે સમય રહી ન હતી કમોસમી વરસાદ બાદ બાજરીના પાકમાં જીવાત આવતા ખેડૂતોની ચિંતા વધી છે. એકતરફ મોંઘુદાટ બિયારણ લાવી બાજરીનો પાક મહામહેનતે ઉછેર્યો પરંતુ હવે પાક લેવા વેળાએ જ તેમાં જીવાત આવતા ખેડૂતોના મોઢામાં આવેલો નિવાળો છીનવાયો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ખેડૂતોની ચિંતા વચ્ચે આજે ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદના લુણાલ ગામે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી પાકમાં આવેલી જીવાતનુ નિરીક્ષણ કર્યું હતું.

 

*જીવાત ના કારણે ખેડૂતોમાં વધી ચિંતા*

ઈયળ કાતરાના ઉપદ્રવથી બાજરીનો પાક નષ્ટ થઈ રહ્યો છે ત્યારે આ અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ આવે જેથી જીવાત પર નિયંત્રણ લાવી શકાય તે માટે જરૂરી પગલાં લેવા ખેડૂતોએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી.

 

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)