દક્ષિણ પ્રયાગ તીર્થસ્થળ ચાંદોદમાં દશ દિવસીય ગંગા દશાહરા મહોત્સવનું ભક્તિભાવપૂર્વક પ્રારંભ


દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર, ચાંદોદ ખાતે પૌરાણિક પરંપરાના અનુસંધાને દશ દિવસીય ગંગા દશાહરા મહોત્સવનો મંગળવારથી ઉદ્ઘાટન થઈ ભક્તિભાવપૂર્વક ઉજવાયો છે. આ પવિત્ર પર્વનો આરંભ પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે પૂજન અર્ચન અને દિવ્ય આરતી સાથે કરવામાં આવ્યો હતો, જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા સહિતના અનેક મહાનુભાવો, સંતો અને મહંતો પણ હાજર રહ્યા.

ગંગાજીની પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી દસ દિવસ ચાલનારા આ ગંગાદશાહરા મહોત્સવમાં દસ પ્રકારના પાપોથી મુક્તિનો મહાપુણ્ય મળે છે તેવી માન્યતા છે. આ પવિત્ર મહોત્સવ આજકાલ 27 મેથી 5 જૂન સુધી ચાલુ છે અને ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે આ ધર્મયજ્ઞ ભક્તિભાવથી નિમિત્તિત થાય છે.

દરરોજ સાંજે 6 વાગ્યે વિદ્વાન ભુદેવો દ્વારા ગંગાજી અને નર્મદાજીનું પૂજન અર્ચન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર અને સોળષોપચાર પૂજન યોજાય છે. આ ઉપરાંત નર્મદાષ્ટક ગાન અને ગંગા-નર્મદા મૈયાની મહા આરતી તથા ચુંદડી મનોરથ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, જે માટે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ, સંતો અને રાજકીય આગેવાનો પધારી ધન્યતા અનુભવતા હોય છે.

આ પવિત્ર તીર્થસ્થળે આ દશ દિવસો દરમિયાન ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણ રહે છે, જ્યાં લોકો આત્મા શુદ્ધિ અને શાંતિ માટે ઉમટે છે.

સ્થળ: દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર, ચાંદોદ
અહેવાલ: વિવેક જોષી – ડભોઇ