દસ્તાવેજી છેતરપીંડીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડાયો: લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરની કાર્યવાહી

છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી પોલીસના હાથે ઝડપી પડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. ૩૭૯/૨૦૨૫ ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦, ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨ અને ૧૨૦(બી) મુજબ નો ગુનો નોંધાયેલ હતો. જેમાં ધામણકા ગામના રહેવાસી મહિપતસિંહ તખતસિંહ ગોહિલ (ઉ.વ. ૬૫) નાસતો ફરતો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભાવનગરના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીની પુછપરછ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હવાલે કર્યો છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ અનિરૂદ્ધસિંહ ગોહિલ, વનરાજભાઈ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદીપસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, માનદિપસિંહ ગોહિલ તથા એજાજખાન પઠાણે યશસ્વી રીતે આ કામગીરી પૂર્ણ કરી હતી.

અહેવાલ : સતાર મેતર, ભાવનગર