દાંતાપોલીસ સ્ટેશનના ઘર-ફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાક મા ભેદ ઉકેલતી દાંતાપોલીસ-બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર બનાસકાંઠા જિલ્લા નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અન્વયે

શ્રી એસ.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર દાંતા પોલીસ સ્ટેશન બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ, દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુના.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૫૨૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ.૩૦૫(એ),૩૩૧(૪),૬૨,૫૪મુજબનો ગુનો તા.૨૯/૧૧/૨૦૨૪ દાંતા પોલીસ સ્ટેશન મા નોધાયેલ જે બાબતે દાંતા પોલીસ સ્ટાફના માણસો તથા જી.આર.ડી સભ્યો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન બે ઇસમો મો.સા લઇ દાંતા રઘુવિરસિંહ માર્કેટ વિનાયક સોના ચાંદીની દુકાન તોડવા આવેલ હોઇ સદરે બન્ને ઇસમોને શકાસ્પદ હાલતા મા જડપી લઇ જડતી તપાસ કરતા દુકાન તોડવા લાવેલ સામાન-હથોડા,ડીસ્મીસ,પાના તથા અલગ-અલગ ચાવીઓનો જુમખો મળી આવેલ તથા વધુ તપાસ કરતા નીચે મુજબના ગુના મા ચોરી કરેલ નુ કબુલાત કરતા હોઇ તથા ઘરફોડ-ચોરીમા ગયેલ મુદામાલ તથા ચોરીમા ઉપયોગ કરેલ મુદામાલ તથા અમદાવાદ વેજલપુર પો.સ્ટે મો.સા.ચોરી કરેલ જે મો.સા રજી.ન.જીજે.૦૨.ડી.જી.૧૪૫૭ વાળુ ગણતરીના કલાક મા રીકવર કરી આરોપી દાંતા રાવણટેકરી મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

તેમજ આરોપી ઓએ અગાઉ કરેલ ચોરી ની કબુલાત કરતા હોઇ જેમા (૧)માલણ તા.પાલનપુર ની દરગાહ મા તથા (૨) નવા ડીસા તા.ડીસા મા હાઇવે વાળી દરગાહ મા તથા (૩) મેતા તા.વડગામ ની દરગાહ મા તથા (૪) ઉનાવા તા.ઉંજા મા હાઇવે વાળી દરગાહમા તથા (૫) ધોરી તા.વડગામ મા હાઇવે વાળો પાન નો ગલ્લા વાળી ચોરીઓની કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપી:- (૧)દુજાના સ/ઓફ મેહબુબભાઇ જાતે.સેલીયા(મુસ્લીમ) ઉવ.૨૧ રહે.ગઠામણ તા.પાલનપુર(૨)મહમદ સૌબાન સ/ઓફ મહમદઉમર જાતે.સેરસીયા(મુસ્લીમ) ઉવ.૨૩ રહે.જુની સેધણી તા.વડગામ જી.બનાસકાંઠા રીકવર કરેલ મુદામાલ-(૧)સ્કુલબેગ તથા ફુટવેર સામાન-કિ.રૂ.૧૨૪૫૦/-(૨)રોકડ રકમ.કિ.રૂ.૧૨૦૦૦/-(૩)અમદાવાદ વેજલપુર પો.સ્ટે ચોરાયેલ મો.સા.કિ.રૂ.૫૦,૦૦૦/-એમ કુલ્લ-રૂ.૭૪,૪૫૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
ડીટેક્ટ કરેલ ગુના-

(૧) દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુના.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૫૨૭/૨૦૨૪ બી.એન.એસ.કલમ.૩૦૫(એ),૩૩૧(૪),૬૨,૫૪

(૨)અમદાવાદ વેજલપુર પો.સ્ટે. પાર્ટ.એ.ગુના.નં.૧૧૧૯૧૦૨૮૨૪૦૬૪૩/૨૦૨૪ બી.એન.એસ.કલમ.૩૦૩(૨)
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગત:-
૧. PI શ્રી એસ.એમ.ચૌધરી
૨. ASI રતનસિંહ
૩. ASI રમેશભાઇ
૪. HC મનુભાઇ
૫. HC વિક્રમભાઈ
૬. PC યોગેંદ્રસિંહ
૭. PC મનોજકુમાર
૮. PC ભાવેશભાઇ
૯. PC નવશાદખાન
૧૦.ડ્રા.PC જશપાલસિંહ

. અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)