દાંતા
દાંતા મત વિસ્તાર મા આજે દાંતા ખાતે ચૂંટણી કામગીરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓ ને ઇવીએમ ની માહિતી અને મતદાન યોજાયુ
હાલ લોકસભા ની ચૂંટણી મા એક તરફ નેતાઓ જોર શોર થી ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી મતદાન નો પ્રારંભ થયો છે. ચૂંટણી ની કામગીરી માં રોકાયેલા અને પોલિંગ સ્ટાફ મતદાન કરી રહ્યું છે. જેમાં બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. આજે ચૂંટણી અંગે રોકાયેલા કર્મચારીઓ મતદાન કર્યું છે. તારીખ 3 અને 4 મેના રોજ સુરક્ષા કર્મીઓ પેપરથી મતદાન કરશે. દાંતા મા પોલિંગ અને પ્રિસાઇડિંગ અધિકારીઓને ચૂંટણી માટેની તાલીમ અપાઇ રહી છે. ઇવીએમ મશીનથી થનાર મતદાન ને લઇ મશીન સિલ કરવા સુધીની તાલીમ આપવામાં આવી હતી. દાંતા વિધાનસભા મતવિસ્તારમાં 1500 જેટલા કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાશે .
હાલમાં દેશમાં ચુંટણીઓ ચાલી રહી છે. બે તબક્કામાં ચૂંટણી પુર્ણ થઈ ગઈ છે. ત્યારે ત્રીજા તબકકામાં ચૂંટણીઓ આવનારી 7 મે ના રોજ યોજાનાર છે.સમગ્ર ગુજરાતમાં જે સીટ પર સૌથી વધુ જેની નજર છે. તે બનાસકાંઠા સીટ પર 2 મહીલા ઉમેદવારના પ્રચાર કરવા માટે પીએમ મોદી આજે ડીસા ખાતે આવ્યા છે. જયારે 3 મે ના રોજ પ્રિયંકા ગાંધી પણ લાખણી ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવનાર છે. ત્યારે આજે દાંતા મત વિસ્તાર મા કર્મચારીઓ અને અધિકારીઓ ને ચુંટણી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
સંવાદદાતા :- રાજેશ જોષી