દાંતા તાલુકામાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ, અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના મુદ્દાઓ ભૂલી પાકિસ્તાન, કોંગ્રેસ અને રામ મંદીર પર ભાષણ આપ્યુ.

દાંતા તાલુકામાં અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ, અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના મુદ્દાઓ ભૂલી પાકિસ્તાન, કોંગ્રેસ અને રામ મંદીર પર ભાષણ આપ્યુ.

દાંતા :

લોકસભાની ત્રીજા ચરણ ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે, તો ક્યાંક વાણી વિલાસ નો પણ સહારો લેવાઈ રહયું છે. આજે દાંતા તાલુકાના લોટૉલ ખાતે ગુજરાત રાજ્ય ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપા ના લોકસભા સ્ટાર પ્રચાર તરીકે મતદારોને આકર્ષવા પહોંચ્યા હતા. અલ્પેશ ઠાકોર આવતા જ લોકો તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં આવકારવા ઢોલ નગારા સાથે જોવા મળ્યા હતા અને સાથે સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને લોકસભા સાંસદના પતિ હિતેશ ચૌધરી સહિત ભાજપના મોટા નેતા ઉપર હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર પ્રવચનમાં જિલ્લાના મુદ્દાઓને અવગણીને પાકિસ્તાન આતંકવાદ કોંગ્રેસ અને રામ મંદિર મુદ્દે પ્રવચન આપ્યું હતું. અને કૉંગ્રેસ પર વરસ્યા હતા.

 

જે રીતે હાલ માં ક્ષત્રિય સમાજ સાથે આડુ પડ્યું છે તેમ ઠાકોર સમાજ માં કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય ને ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ અને રબારી સમાજ સહીત અન્ય તમામ જ્ઞાતિ ના મતદારો ગુજરાત સહીત દેશ માં વિકાસ માં પોતાનો મતદાન સ્વરૂપે યોગદાન કરવા અપીલ કરી હતી આજે લોટૉલ ખાતે મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી અલ્પેશ ઠાકોર ની આ સામાજિક સવાંદ સંમેલનને સફળ બનાવાનો પ્રયાસ કર્યો હતો અને સાચા અર્થ માં તમામ મતદારો ભાજપ ની પડખે રહી ભાજપ નું કમળ દિલ્હી પહોંચાડશે તે આજના સમય ની અત્યંત જરૂરિયાત બાબત છે જે રીતે વિપક્ષે માત્ર લોભામણી જાહેરાતો લઘુમતી સમાજ ને આકર્ષવા મેનીફેસ્ટો જેવી બાબત ને પણ ટાંકી હતી ખાસ કરી ભારતદેશ માં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી હેટ્રિક કરે તે માટે તનમન થી મતદાન કરી સહિયોગી બનવા અપીલ કરી હતી. દાંતા તાલુકાના પૂર્વ પીઆઇ અને તેમના 100 જેટલા સમર્થકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

 

 

અહેવાલ :- રાજેશ જોષી ( બનાસકાંઠા )