દાંતીવાડાના બીએસએફ ખાતે ફરજ બજાવતો જવાન ડેન્ગ્યુ હેમરેજિક તાવની ઝપેટમાં આવતા જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુરના તબીબો દેવદૂત બનતા મોતના મુખ માંથી નવજીવન મળ્યું..

પાલનપુર

સામાન્ય તાવ સમજીને કેટલીક વાર બેદરકારી દાખવવી ભારે પડતી હોય છે તેવા એક કિસ્સામાં દેશની સેવા કાજે દાંતીવાડા બીએસએફ ખાતે ફરજ બજાવતા 27 વર્ષીય મોસેસકુમારને સામન્ય તાવ આવતા નજીકની બીએસએફ ખાતે આવેલી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી જોકે તાવના લીધે વધારે તબિયત લથડતા. સ્થાનિક હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા 2 ઓક્ટોમ્બર ના રોજ ઇમરજન્સી પાલનપુર ખાતે આવેલી જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે અર્ધભાન અવસ્થા લવાયા હતા.તાવ વધારે હોવાથી અર્ધભાન અવસ્થામાં આવી ગયેલા જવાનને વધારે સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવાની વાત દાંતીવાડા બીએસએફના સી.ઈ.ઓ દવારા સિવિલ હોસ્પિટલના ડૉક્ટર સ્ટાફ જણાવવામાં આવતા મેડિસિન વિભાગના ડૉક્ટર સ્ટાફ દ્વારા કેસની ગંભીરતાને ધ્યાને રાખી તાબડતોડ સારવાર ચાલુ કરવામાં આવી હતી.ખાસ કરીને આ તાવને લીધે માથામાં દુખાવો,સ્નાયુ અને હાડકાં દુખવા, ઊબકા અને ઊલટી થવી,આખોમાં દુખાવો, આખા શરીરે ફોલ્લીઓ થવી મોઢાનો સ્વાદ ખરાબ થઈ જવું, પેઢા માંથી લોહી આવવું જેવા અનેક લક્ષણો સામે આવતા ડેન્ગ્યૂ હેમરેજિક તાવ હોવાનું માલૂમ પડ્યું હતું.સારવાર દરમિયાન એન્ટીબાયોટિક સોડિયમ ઇન્જેકશન,સ્ટીરોઇડ, પેરાસીટામોલ,મલ્ટી વિટામિનના ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા, લોહીની જરૂરિયાત જણાતાં 8 બોટલ પ્લેટલેટ કાઉન્ટ આપવામાં આવી હતી. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો,સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો, મનીષ ખોખર ડો,અશોક સોડાલા ડો,આકાશ ખંકર
ડો,અરવિંદ ચૌધરી સહિતની ડૉક્ટર ટીમ દ્વારા સારવારની સાથોસાથ લીવર,કિડની,સહિતના જરૂરી રિપોર્ટ કરવામાં આવતા ડેન્ગ્યૂ તાવ હોવાનું રિપોર્ટમા સામે આવ્યું હતું. આ ગંભીર પ્રકારની ડેન્ગ્યૂની બીમારીનું સમયસર નિદાન મળી જતાં ડૉક્ટર સ્ટાફ દર્દી માટે દેવદૂત બનતા આઈ.સી.યુની જરૂરિયાત ઊભી થવા દીધીના હતી જેના લીધે તબડતોડ સિવિલ હોસ્પિટલ ખાતે યોગ્ય પ્રકારની તબીબી સારવાર મળતા લાખો રૂપિયાના ખર્ચે થતી મોંધીદાટ સારવાર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ની:શુલ્ક કરવામાં આવી હતી.જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

અહેવાલ :- અયુબ પરમાર (પાલનપુર)