દાંતીવાડાના બી.એસ. એફ. ખાતે ફરજ બજાવતા જવાન પાલનપુર કામ અર્થે જતા અકસ્માત નડ્યો હતો.

પાલનપુર

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ચોકડી નજીક જીપ ગાડી અચાનક બ્રેક મારતા દાંતીવાડા બી. એસ. એફ ખાતે ફરજ બજાવતા જવાનના બાઈક પરનો સ્ટેરીંગ કાબૂ ગુમાવતાં નીચે પડતાં પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના ના પગલે સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. જોકે જમણા પગના ભાગે વધારે ઇજાઓ થતાં દાંતીવાડા બી. એસ. એફ ખાતે જાણ કરવામાં આવતા ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે અન્ય ચાર જવાનો સાથે પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લવાયા હતા.

દેશની સેવા કાજે ફરજ બજાવતા જગદીશભાઇ પ્રજાપતિ જેઓ ગત 26 જુલાઇના રોજ દાંતીવાડા થી પાલનપુર તરફ પોતાના બુલેટ બાઇક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે અચાનક વાઘરોળ ચોકડી નજીક ગાડી આવી જતાં બાઇક સ્લીપ ખાઈ જતાં જમણા પગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પાલનપુર લાવવામાં આવતા ટ્રોમા સેન્ટર ખાતે પ્રાથમિક તબીબી સારવાર ચાલુ કરી એકક્ષરે સિટીસ્કેનના રિપોર્ટ કરવામાં આવતા જમણા પગે ફેક્ચર હોવાનું માલૂમ પડ્યું હતું.પગના ભાગે પ્લાસ્ટર લગાવ્યા પછી ઓર્થોપેડિક વોર્ડ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પગના ભાગે વધારે ઇજાઓ હોવાથી સોજો વધારે હતો. જેના લીધે જરૂરી દવાઓ ચાલુ કરવામાં આવી હતી. દર બે દિવસે જરૂરી રીપોટ કરી દવાઓ ચાલુ રાખવમાં આવી હતી. દાખલ થયાના દસ દિવસ પછી જમણા પગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો, સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઓર્થોપેડિક વિભાગના ડો,આશિષ પુરોહિત ડો,પાર્થ પટેલ ડો,જીગર સુંદેશા સહિતની ડૉક્ટર ટીમ દ્વારા સિનિયર ડો,આસિફ સુથારના માર્ગદર્શન હેઠળ પગના હાડકાના પાંચ જેટલા ટુકડાઓનું જોડાણ કરી ત્રણ કલાકની ભારે જેહમત બાદ ત્રણ પ્લેટો નાખી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દર્દીને વધારે પડતો દુખાવો તેમજ સોજો ના આવે તે માટે દવાઓ ચાલુ રાખવામાં આવી હતી તેમજ ફ્રેકચર થયેલા પગના ભાગે ડ્રેસિગ તેમજ ફિઝીયોથેરાપિસ્ટ દ્વારા ફીજોયોથેરાપી બાર દિવસ સુધી સારવાર કરી જમણા પગના ટાંકા કાઢી દર્દી સપૂર્ણ રીતે સ્વસ્થ થતાં ૩૫ દિવસે રજા આપવામાં આવી હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે થતી સારવાર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ની;શુલ્ક કરાઇ..

બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

અહેવાલ:-  ગુજરાત બ્યુરો