જૂનાગઢ, તા. ૫ — પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢના પત્ર ક્રમાંક સી/એલઆઇબી/જળાશય-દરખાસ્ત/૪૧૫૪/૨૦૨૫ તા. ૩૦ જુલાઈ ૨૦૨૫ અનુસાર, જળાશયો — નદી, તળાવ, નહેર, દરીયા વગેરે —માં ન્હાવા જતા લોકોના ડૂબી જવાને કારણે થતી મૃત્યુની ઘટનાઓને ટાળવા માટે, જિલ્લા કચેરીએ તા. ૨ ઓગસ્ટ ૨૦૨૫ના જાહેરનામા દ્વારા આવા સ્થળોએ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પછી, પોલીસ અધિક્ષકશ્રીના પત્ર ક્રમાંક સી/એલઆઇબી/જળાશય-દરખાસ્ત/૪૨૨૭/૨૦૨૫ તા. ૫ ઓગસ્ટ ૨૦૨૫ મુજબ, દામોદરકુંડ ખાતે હજારો શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ, અસ્થિ વિસર્જન અને અન્ય ધાર્મિક વિધિઓ માટે આવતા હોવાથી, તથા આ સ્થળ શ્રદ્ધાનું પ્રતિક હોવાથી, શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓની સગવડ તથા લાગણીઓને ધ્યાનમાં રાખી છૂટછાટ આપવા વિનંતી કરવામાં આવી હતી.
આ વિનંતીને વાજબી માનતા, મૂળ જાહેરનામાના પેરા-૪ “જળાશયોની વિગત”માં દર્શાવેલ ક્રમાંક ૬ — જૂનાગઢ શહેર: દામોદરકુંડ, ભવનાથ —ને રદ કરવામાં આવ્યા છે.
તે ઉપરાંત, જાહેરનામામાં નીચેનો ઉમેરો કરવામાં આવ્યો છે:
“દામોદરકુંડ ખાતે આવતા શ્રદ્ધાળુઓએ પોતાની સલામતી જાળવીને ધાર્મિક વિધિઓ કરવી રહેશે. જયારે પાણીની આવક વધારે હોય અથવા ભારે વરસાદના લીધે એલર્ટ જાહેર કરવામાં આવે, ત્યારે જાનમાલની સુરક્ષા માટે પોલીસ તંત્ર યોગ્ય વ્યવસ્થા કરી શકશે.”
આ સુધારેલ જાહેરનામું આજ રોજ જાહેર જનતાની જાણ તથા અમલવારી માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.