દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા: ભાવનગર એલસીબીની કાર્યવાહી, ₹1.58 લાખનો મુદ્દામાલ કબ્જે.

ભાવનગર જિલ્લાના તળાજા તરફ દારૂ ભરેલી રીક્ષા જઈ રહી હોવાનું બાતમીના આધારે, લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આજે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. તા. 19/06/2025ના રોજ મળેલી ચોક્કસ માહિતી પરથી એલ.સી.બી. સ્ટાફ ભાવનગર-તળાજા હાઈવે પર પેટ્રોલિંગમાં તહેનાત રહ્યો હતો.

કોબડી ટોલનાકા નજીક એક છકડો રીક્ષા (નં. GJ-4-AU-7004)ને અટકાવી તપાસ કરતા, તેમાં 264 કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બિયરના ટીન, અંદાજે રૂ. 58,080નો માલ મળ્યો હતો. સાથે જ રૂ. 70,000 કિંમતની રીક્ષા અને ચાર મોબાઈલ ફોન મળીને કુલ ₹1,58,080/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ ઓપરેશનમાં ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે:

  1. શૈલેષભાઈ વાલાભાઈ મંગેળા (ઉ.વ. 23) – રહેવાસી: મંગેળાગામ, તા. તળાજા
  2. જયદિપ દિનેશભાઈ ચૌહાણ (ઉ.વ. 20) – રહે. પંચશીલ સોસાયટી, તળાજા
  3. મહાવીરભાઈ દેવરાજભાઈ બારૈયા (ઉ.વ. 25) – રહે. બારૈયાનગર, તળાજા

આ ત્રણેયે ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. તેઓ આ દારૂનો જથ્થો તળાજા શહેર તરફ લઈ જવા ઈચ્છતા હતા અને તેની ખપત કરવાનું કાવતરું રચે રહ્યા હતા.

આ સમગ્ર કાર્યવાહી ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબના સૂચન પર કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજ ખુમાણ, એજાજખાન પઠાણ, માનદિપસિંહ ગોહીલ, જયદિપસિંહ ગોહીલ સહિત એલસીબી સ્ટાફે સંયુક્ત કામગીરી કરીને સફળતા મેળવી હતી.

આના વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અહેવાલ: સતાર મેતર, (ભાવનગર)