ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) દારૂ વિરુદ્ધ મોટી કામગીરી હાથ ધરી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળા તથા તેમની ટીમને ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરતાં રાજપરા-૨ ગામના બ્રીજ પાસે ભાવનગર-સોમનાથ હાઇવે પર એક આયશર ટ્રક (GJ-14-Z-2551) અટકાવી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન ટ્રકમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-1884 મળી આવી, જેની કુલ કિંમત રૂ.14,26,656/- જેટલી થાય છે.
આ સાથે જ ટ્રક (કિંમત રૂ.10 લાખ), મોબાઇલ ફોન તથા અન્ય કાગળો મળી કુલ રૂ.24,36,656/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ
બટુકભાઇ રાણાભાઇ મકવાણા (ઉંમર 45, રહેવાસી કોટડીગામ, રાજુલા – ઝડપાયો)
સંજયભાઇ કરશનભાઇ સોલંકી (રહે. ઢસીયા વિસ્તાર, મહુવા – ફરાર)
યોગેશભાઇ પ્રવિણભાઇ બારૈયા (રહે. વિકટર ગામ, રાજુલા – ફરાર)
કબ્જે કરાયેલ દારૂની વિગતો :
IMPERIAL BLUE WHISKY 750ML – 348 બોટલ (કિં. રૂ.3,83,800)
ROYAL STAG CLASSIC WHISKY 750ML – 108 બોટલ (કિં. રૂ.1,29,600)
ROYAL STAG DOUBLE DARK RESERVE 750ML – 360 બોટલ (કિં. રૂ.4,32,000)
ROYAL STAG BARREL SELECT 750ML – 108 બોટલ (કિં. રૂ.1,62,000)
DSP BLACK WHISKY 750ML – 48 બોટલ (કિં. રૂ.57,600)
ROYAL STAG CLASSIC 180ML – 912 બોટલ (કિં. રૂ.2,62,656)
આ રીતે કુલ દારૂની કિંમત રૂ.14,26,656/- જેટલી થાય છે.
કામગીરી કરનાર ટીમ
આ સફળતાપૂર્વકની કાર્યવાહી પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી. જેબલીયા, તથા સ્ટાફના મહેન્દ્રસિંહ સરવૈયા, અલ્તાફભાઇ ગાહા, અર્જુનસિંહ ગોહિલ, કુલદીપસિંહ ગોહિલ, ધ્રુવરાજ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલની ટીમે હાથ ધરી હતી.
પોલીસે ઝડપાયેલા આરોપી સામે અલંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તથા ભાગેડુ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
📌 અહેવાલ : સતાર મેતર, ભાવનગર