દિવાળી વેકેશન પુર્ણ થતાં ઉમલ્લા પંથકની શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

શાળાઓમાં ૨૧ દિવસનું દિવાળી વેકેશન પુર્ણ થતાં શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં શાળાઓ હવે રાબેતા મુજબ ધમધમતી થઇ છે. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકના ઉમલ્લા અછાલિયા ઇન્દોર પાણેથા સહિતના વિસ્તારોમાં બીજા શૈક્ષણિક સત્રની શરૂઆતે શાળાઓ બાળકોની અને શિક્ષકોની ચહલપહલથી ગુંજી ઉઠી છે. શિયાળાની શરૂઆત થતા હવે ધીમેધીમે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે ત્યારે શાળામાં ભણતા પોતાના બાળકો માટે વાલીઓ સ્વેટર જેકેટ જેવા ગરમ વસ્ત્રો ખરીદીને બાળકોને ઠંડીથી રક્ષણ આપશે.સામાન્યરીતે દિવાળી વેકેશન ૨૧ દિવસનું હોય છે. વેકેશન શરૂ થાય ત્યારે પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું હોય છે અને વેકેશન પુર્ણ થયા બાદ દ્વિતીય શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.

હાલ દિવાળી વેકેશન પુર્ણ થતા ઉમલ્લા પંથકની શાળાઓ ધમધમતી થઇ છે. પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે બીજા શૈક્ષિણક કાર્યનો પ્રારંભ થયો છે.વેકેશન પુર્ણ થયા બાદ બીજા સત્રના પ્રથમ દિવસે છાત્રો ઉત્સાહભેર શાળામાં જતા નજરે પડ્યા હતા. ધો.૧૦ તથા ૧૨ ની પરિક્ષા બોર્ડ દ્વારા લેવાતી હોઇ છાત્રો બોર્ડની પરિક્ષા આપવા શાળામાં ‍અભ્યાસ દરમિયાન પરીક્ષાની તૈયારી કરશે,આમ દિવાળી વેકેશન પુર્ણ થતા ઉમલ્લા પંથકની શાળાઓ રાબેતા મુજબ શરુ થઇ છે.

અહેવાલ : નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)