દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ સત્યમ સેવા યુવક મંડળ તથા ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ-જુનાગઢ દિવ્યાંગો માટે ની શિબિર યોજાઇ

જુનાગઢ

આજ રોજ ત્રિવેણી સંગમરુપ ત્રણ સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઇઓ અને બહેનો માટે ની જનજાગૃતિ શિબિર ગાયત્રી મંદિર, ગીરનાર રોડ જુનાગઢમાં ખાતે યોજાઈ ગઈ.

દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ કક્ષાની આ શિબિરમાં ગુજરાતના તમામ જિલ્લા – તાલુકા ના દિવ્યાંગ ભાઇઓ અને બહેનો ના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગોને લગતા પ્રશ્નો તેમજ તેને વાચા આપતો જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સમાજ સુરક્ષા – જુનાગઢ ના પ્રતિનિધિ શ્રી નયનાબેન પુરોહિત, શ્રી નરેશભાઈ સોલંકી, લોકસાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી, લોકસાહિત્યકાર શ્રી વિક્રમ દાનભાઈ ગઢવી, ગાયત્રી શક્તિ પીઠ ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, શ્રી દિવ્યાંગ મંચ ગુજરાત પ્રદેશ ના પ્રમુખ રમેશભાઈ કોરાટ, અરવિંદભાઈ મારડિયા, અંધ કન્યા છાત્રાલયના મેને. ટ્રસ્ટી મુકેશગીરી એસ મેઘનાથી , શ્રી દાતાર સેવક બટુકબાપુ, શ્રી કમલેશભાઈ પંડ્યા, શ્રી અલ્પેશભાઈ પરમાર, શ્રી પ્રવીણભાઈ જોશી, શ્રી ચંપકભાઈ જેઠવા, શ્રી સમીરભાઈ દતાણી, શ્રી ઉષાબેન કાકડીયા, શ્રી ગીતાબેન મહેતા, ચેતનાબેન પંડયા, શ્રી વર્ષાબેન બોરીચાંગર વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી દિવ્યાંગ શિબિર ને ખુલ્લી મુકવામાં આવી હતી.

આ દિવ્યાંગ શિબિરમાં ગુજરાત ભરના 100 થી વધારે દિવ્યાંગો એ હાજરી આપી હતી. આ શિબિરમાં ખાસ કરીને દિવ્યાંગને મળતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સમાજ સુરક્ષાના અધિકારીઓ દ્વારા પણ વિશેષ સરકારી લાભો વિષેની જાણકારી દિવ્યાંગો ને જણાવી અને દિવ્યાંગોને કાંઈ પણ મુશ્કેલી પડતી હોય તો દિવ્યાંગોની સાથે જિલ્લા સમાજ સુરક્ષા જુનાગઢ હર હંમેશ તત્પર રહેશે એવી ખાતરી આપેલ હતી.
તેમજ સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ વાજા એ વિશેષમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોને ગમે ત્યારે વેવિશાળ- લગ્ન માટે અમારી સંસ્થા ખુલી રહેશે.

દિવ્યાંગોને મળતા સરકારી લાભો અંગેની જાણકારી અંધ કન્યા છાત્રાલયના મેને. ટ્રસ્ટી શ્રી મુકેશગીરી મેઘનાથી એ જણાવ્યું હતું કે આપશ્રીને સરકારશ્રી દ્વારા મળતા દરેક પ્રકારના દિવ્યાંગોને લગતા લાભો વિશે આપણે બધા જાગૃત હોવા જરૂરી છે. તેમજ દિવ્યાંગ મંચના પ્રમુખશ્રી એ અમુક પ્રશ્નો વિશે રજૂઆત કરી પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે પ્રમુખશ્રી રમેશભાઈ કોરાટ ને રજુ કરવામાં આવ્યા હતા.

તેમજ લોકસાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવીએ દિવ્યાંગ શબ્દ પર હાસ્ય પીરસી તમામ દિવ્યાંગોને મંત્રમુગ્ધ કરી દીધા હતા એટલું જ નહીં સાથે સાથે લોકસાહિત્યકાર શ્રી વિક્રમ દાનભાઈ ગઢવી દ્વારા પણ વિશેષ વક્તવ્ય આપી શિબિરમાં આવેલ દિવ્યાંગ લોકોને ખુશ ખુશાલ કરી દીધા હતા.
ગાયત્રી શક્તિ પીઠ દ્વારા ભોજન તેમજ નિ:શુલ્ક રહેવા ની તમામ સુવિધા આપવામાં આવી હતી. આ તકે દિવ્યાંગ મંચના પ્રમુખશ્રી રમેશભાઈ કોરાટ, જુનાગઢ જિલ્લાના દિવ્યાંગ અધિકાર મંચ ના પ્રમુખ શ્રી ડાયાભાઈ રાઠોડ દ્વારા ગાયત્રી શક્તિપીઠના મેને. ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યાંગ મંચ ગુજરાત પ્રદેશના કાર્યકરો તેમજ મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાંક, કેતનભાઇ નાંઢા, સરોજબેન જોશી, દયાબેન માણેક, ગાયત્રી મંદિરના સર્વે કાર્યકરો વગેરે દ્વારા સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ:-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)