દિવ્યાંગ અધિકાર મંચ, જિલ્લા ગાયત્રી પરિવાર જુનાગઢ તથા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ ના ઉપક્રમે દિવ્યાંગો માટે શિબિર નું આયોજન કરાયું

જૂનાગઢ

દિવ્યાંગોને મળવાપાત્ર સરકારી લાભોની વિસ્તૃત જાણકારી મળી રહે અને તેઓ સમાજમા માનભેર પોતાના પગ પર ઉભા રહી શકે તે માટે જાગૃત થાય તે અર્થે એક શિબિર નું તા.૨૪/૬/૨૪ ને સોમવારે સાંજના ૫ થી ૭ કલાક, શ્રી ગાયત્રી શક્તિપીઠ ,ગિરનાર રોડ, જુનાગઢ ખાતે આયોજન કરવામા આવેલ છે.
આ શિબિરમા શ્રી સૈયદભાઈ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જૂનાગઢ તથા શ્રી મુકેશગીરી મેઘનાથી, મેને. ટ્રસ્ટી,પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ, જુનાગઢ તથા શ્રી અમુદાનભાઈ ગઢવી, લોકસાહિત્યકાર ઉપસ્થિત રહેશે. રમેશભાઈ કોરાટ, પ્રમુખશ્રી દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ મો. ૯૮૭૯૬૭૨૮૯૯ શ્રી નાગભાઈ વાળા, મેને. ટ્રસ્ટી, શ્રી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ,મનસુખભાઈ વાજા, પ્રમુખશ્રી, સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ, જુનાગઢ તથા ડાયાભાઈ રાઠોડ,પ્રોજેક્ટ ચેરમેન, મો.૬૩૫૪૯૮૬૭૧૨ આ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ ભાઈ બહેનો ને મળતા સરકારી લાભો માટેની જાણકારી અર્થે શિબિરનું આયોજન કરેલું છે.તો આ શિબિરમાં દિવ્યાંગ ભાઈ- બહેનો ને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેવા માટે સંસ્થાઓ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજના ભોજન ની વ્યવસ્થા રાખવામા આવેલ છે.

અહેવાલ-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)