દીકરી ને કરિયાવર મા સંસ્કાર આપો :- ભાસ્કરભાઈ દવે, માંડવખડક શિવકથા મા ઉજવાયો શિવ પાર્વતી વિવાહ.
ખેરગામ ,
જ્યા સુધી હરિ અને ગુરુ ની કૃપા ન થાય ત્યાં સુધી જીવ સત્સંગ મા જૈ શકતો નથી. હરિ ની કૃપા થાય તો જ ઘર મા ઉત્સવ ઉજવાય છે. હરિ કૃપા અને ગુરુ ના આશીર્વાદ થી ઉત્સવ નિર્વિઘ્ન પાર પડે છે. દીકરી ને સાસરે વાળવતી વખતે કરિયાવર મા સંસ્કાર આપો તો દીકરી એક કુળ નહિ બે કુળ ને તારે છે.ઉપરોક્ત શબ્દો માંડવખડક શિંગળવેરી હનુમાનજી મંદિરે ચાલતી ભાસ્કરભાઈ દવે ની શિવકથા મા વ્યાસપીઠ પર ભાસ્કરભાઈ દવે એ ઉંચાર્યા હતા. આજે ભારે આનંદ અને ઉમંગ થી શિવ પાર્વતી નો વિવાહ ઉત્સવ ઉજવવા મા આવ્યો હતો. માંડવખડક પ્રદેશ ના આગેવાન અને મંદિર ના સ્થાપક શ્રી રમણભાઈ એન. ચૌધરી શિવજી ની જાન લઇ ને પધાર્યા હતા.
જયારે રમેશભાઈ ચતુરભાઈ પટેલ કન્યાપક્ષ મા રહી ને કન્યાદાન કર્યુ હતુ. પ્રદેશ મા શિવકથા ના આયોજન થી સમગ્ર વિસ્તાર મા અનેરો ઉત્સાહ સર્જાયો છે. વિશાળ ભાવિક ભક્તો કથા નો લાભ લઇ રહ્યા છે. ભાવિકભક્તો માટે દરરોજ સાંજે 6 થી 7:30 મહા પ્રસાદ ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભક્તો કથા ને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)