દીવના દરિયામાં આજ ૧ જુનથી માછીમારી બંધ કરવા સુચના આપવામાં આવી.

દીવના દરિયામાં આજ ૧ જુનથી માછીમારી બંધ કરવા સુચના આપવામાં આવી.

 

દીવ:

દીવ જીલ્લાના માછીમારોને મત્સ્યોદ્યોગ મંત્રાલય નવી દિલ્હીના આદેશ અને દીવ પ્રશાસનની સૂચના મુજબ 1 જુન 2024 થી 31 જુલાઈ 2024 સુધી માછીમારોને દરિયો નહિ ખેડવા સુચના આપવામાં આવતા બોટો કાંઠે લાંગરી દેવાય.

ચોમાસાની શરૂઆત થવાની પહેલા માછીમારોને વેકેશન પડી જાય છે. જેથી માછીમારો પોતાની બોટ જેટી પણ લાંગરી દેતા ચડાવી દેતા હોય છે.

સરકાર પણ ચોમાસાની શરૂઆત પહેલાં દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ ફરમાવી દે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.. માછીમારોને દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમન ને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જુન, જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ આપવામાં આવ્યો છે. દીવ ફિશરીઝ વિભાગ દ્વારા દીવ જીલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે..જેને લઈને દીવના માછીમારોએ દરિયામા રહેલ ફોટોને ક્રેન દ્વારા પોતાના વહાણો અને મોટી બોટોને જેટી પર ચડાવી દીધી છે.

આજે 1 જુન પહેલા તમામ ફિશીંગ બોટોને જેટી પર ચડાવી દેવામાં આવી છે..61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામા આવશે ફરી રાબેતા મુજબ શુભ મુહૂર્તે લોકો પોતાની બોટ દરિયામાં ઉતારશે.હાલ જેટી ઉપર ચડાવેલી આ બોટોને રીપેરીંગ કામ અને રંગ રોગાન કરશે અને માછીમાર લોકો પોતાના વેકેશનમાં માછીમારી કરવા માટેની જાળ બનાવવાનું કામ કરશે..

અહેવાલ :- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)