દીવ ખાતે ફરવા આવેલા બે મિત્રો માંથી એક મિત્ર દરિયા માં પડી જતાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો

ગીર સોમનાથ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે માંડવી કચ્છ થી દીપ દિનેશ કુમાર તથા અર્શ ત્રિવેદી બંને મિત્રો સોમનાથ થી દર્શન કરી દીવ ફરવા આવ્યા હતા, જેઓ ખોડિધાર બીચ ખાતે ખડક પર બેઠેલા હતા જ્યાં એક મોટું દરિયા નું મોજું આવતા તેઓ બંને દરિયા માં તણાયા હતા, જેમાથી અર્શ ત્રિવેદી ખડક પકડી ને બચી ગયેલ જ્યારે દીપ દરિયા માં તણાયો હતો, અર્શ ત્રિવેદી એ તેમના મિત્ર ને બચાવવા નો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી ના શક્યો અર્શ ત્રિવેદી ને પણ શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી,

આજે વહેલી સવારે દીપ નો મૃતદેહ નાગવા ના સ્થાનિક વ્યક્તિ એ જોતાં તરત જ પોલીસ ને જાણ કરી હતી, ત્યારે પોલીસ વિભાગ, ફાયર વિભાગ અને હોસ્પિટલ વિભાગ તાત્કાલિક નાગવા પહોંચ્યા હતા, અને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો,

દીપ ના પિતા દિનેશ ભાઈ એ તેમના પુત્ર ની ઓળખાણ કરી હતી ત્યારબાદ મૃતવાન દ્વારા મૃતદેહ ને દીવ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, દીપ ના મૃતદેહ નું પોસ્ટ મોર્ટમ કરી તેમના પિતા દિનેશ ભાઈ ને સોપવા માં આવશે, દીપ ના પરિવાર માં દીપ અને તેના પિતા દિનેશ ભાઈ બંને જ હતા, દિપ એ દિનેશ ભાઈ નો એક નો એક દિકરો હતો, તેમના પત્ની પણ છ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા, આ દુઃખદ ઘટના થી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ

અહેવાલ:- હુસૈન ભાદરકા (ગીર સોમનાથ)