દેવભૂમિ દ્વારકામાં 4 ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ જુગાર પ્રચારના આરોપે ગુનો દાખલ, પોલીસે ઝડપી પાડ્યા


દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાઓને જુગારના મોહજાળમાં ફસાવતી ઓનલાઈન ગેમ્સનું પ્રચાર કરવા બદલ 4 ઈન્ફ્લુએન્સર સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઇન્ફ્લુએન્સરો RAJAGAMES.COM, RUMMYMARZ.COM અને 12DAYS.COM જેવી જુગારપ્રેરક વેબસાઈટ્સનું પ્રમોશન કરી યુવાઓ સાથે સાયબર ફ્રોડમાં સહભાગી બન્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ચારેય ઇન્ફ્લુએન્સર ઇન્ટરનેટ દ્વારા યુવાઓને ગેરમાર્ગે દોરી રહેલા કૃત્યમાં સંડોવાયેલા હોવાના પુરાવાઓના આધારે ઝડપી પાડી લીધા છે.

આરોપીઓના નામ અને વિગત

  1. ભરતભાઇ અરજનભાઈ લગારીયા (ઉ.વ. ૨૩) – રહેવાસી: દેવલીયા ગામની સીમ, કલ્યાણપુર
  2. સુમાતભાઇ મશરીભાઇ ચાવડા (ઉ.વ. ૨૩) – રહેવાસી: ગાગા ગામ, કલ્યાણપુર
  3. દિપક લખમણભાઇ સાંથલપરા (ઉ.વ. ૨૨) – રહેવાસી: ઘુમલી ગામ, ભાણવડ
  4. કેસુર લખુભાઇ ભાટીયા (ઉ.વ. ૨૪) – રહેવાસી: પટેલકા ગામ, કલ્યાણપુર

આ તમામ યુવાનોએ પોતાના સોશ્યલ મીડીયા અને યુટ્યુબ ચેનલ મારફતે આ પ્લેટફોર્મ્સનું પ્રમોશન કરીને ખેલાડી બનાવવાના બદલે કમિશન મેળવતું કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, આવા ઓનલાઈન જુગારના દુષણથી દૂર રહેવું અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ પોલીસને કરવી.

સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા