દેશી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો: ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની સફળ કાર્યવાહી

ભાવનગર શહેરમાં કાયદાવિરૂદ્ધ હથિયાર રાખી નાસતો ફરતો આરોપી આશીફ ઉર્ફે બાપુ સૈયદને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસે કિંમત અંદાજે રૂ. ૫,૦૦૦ જેટલી સીલ્વર કલરની લોખંડની દેશી પિસ્તોલ મળી આવી છે.

આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ એ.આર. વાળાની સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી. ટીમ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ખૂફિયા માહિતીના આધારે ચિત્રા-સીદસર રોડ પાસે મુખીની વાડીની દિવાલ નજીકથી આરોપીને ઝડપી લીધો હતો.

જપ્ત પિસ્તોલનું બેરલ ૬ ઇંચ લાંબું અને હાથો ૩ ઇંચનો છે. પિસ્તોલ ચાલવાની હાલતમાં હતી અને તેમાં મેગેઝીન પણ હતો. આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આરોપીનું નામ:
આશીફ ઉર્ફે બાપુ હસનમીયાં સૈયદ (ઉંમર: ૨૬), રહે. મફતનગર, ચિત્રા, ભાવનગર

કામગીરમાં જોડાયેલ સ્ટાફ:
અનિરૂદ્ધસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, એજાજખાન પઠાણ

અહેવાલ : સતાર મેતર, ભાવનગર