દ્વારકાના દરિયામાં આજે પણ ભારે કરંટ, ૧૫થી ૨૦ ફૂટ સુધી ઉછળ્યા મોજાંસંગમ ઘાટથી ભડકેશ્વર સુધી દરિયાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

દ્વારકા | તા. ૨૮ મે, ૨૦૨૫
દ્વારકાના દરિયામાં આજે ફરી એકવાર ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સંગમ ઘાટથી ભડકેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં ૧૫થી ૨૦ ફૂટ ઊંચા મોજાં ઉછળતા જોવા મળ્યા હતા.

હવામાં તેજી અને દરિયામાં સક્રિય કરંટના કારણે લાઇટહાઉસ, ગોમતીઘાટ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સમુદ્રના મોજાં સતત ઉંચાઈએ ઉછળતા રહ્યા. આ નજારો માણવા આવેલા સહેલાણીઓએ મોજાં વચ્ચે ઊભા રહી ફોટા અને વીડિયો ઉતારતાં નજરે પડ્યા.

સ્થાનિક તટરક્ષક તંત્ર દ્વારા લોકોનો દરિયાના ઊંડા ભાગમાં પ્રવેશ ટાળવા સૂચન આપવામાં આવ્યું છે.

દ્વારકામાં દરરોજ વધી રહેલા મોજાં અને કરંટને લઈને તટ વિસ્તારમાં હાજર તંત્ર સતત મોનીટરિંગમાં છે અને પર્યટકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે.

સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા