દ્વારકાપીઠના શંકરાચાર્ય શ્રીના આશીર્વાદથી રાજ્યભરમાં ૫૧૦ બહેનોની નિમણૂક!

ગુજરાત | માહિતી બ્યુરો

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને પૂ. મુક્તાનંદબાપુના માર્ગદર્શન હેઠળ, ઉષા કપૂરજીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૫૧૦ બહેનોની મહત્વની નિમણૂક કરવામાં આવી છે.

આ બહેનો સનાતન ધર્મ સેવા સંસ્થાના મહિલા સંગઠન હેઠળ વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જવાબદારી સંભાળશે.

ગુજરાત પ્રદેશ મહિલા સંગઠન સમિતિમાં

  • પ્રમુખ: ઉષાબેન કપૂર
  • ઉપપ્રમુખ: ગીતાબેન ચૌહાણ
  • ૩૩ જિલ્લાઓમાં વિવિધ બહેનોની વરણી

સાબરકાંઠા જિલ્લા માટે નિમણૂક થયેલા પ્રતિનિધિઓ:

  • પ્રમુખ: અર્ચનાબેન ભટ્ટ
  • ઉપપ્રમુખ: અરુણાબેન કડિયા
  • મહામંત્રી: બેલાબેન શાહ
  • મંત્રી: હંસાબેન પિત્રોડા
  • ખજાનચી: દિપ્તીબેન વખારીયા
  • કારોબારી સભ્યો: ગીતાબેન પટેલ, દક્ષાબેન પરમાર, દીપિકાબેન વાઘેલા, સેજલબેન કડિયા, નીલાબેન ઓઝા, લતાબેન રાવલ, બીનલબેન ભટ્ટ, કપિલાબેન શાહ, સેજલબેન ભાવસાર, ચાર્મીબેન બારોટ

આ બહેનો સનાતન ધર્મના તહેવારોનું આયોજન, શાસ્ત્રવાંચનના કાર્યક્રમો, મંદિરોની સ્વચ્છતા, નારી સશક્તિકરણ, તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યમાં સક્રિય ભાગ ભજવશે. જરૂર પડ્યે સમાજને તમામ રીતે મદદરૂપ બનશે એ ધ્યેય સાથે કાર્ય કરશે.

અહેવાલ: ઉમેશ ઠાકોર, બનાસકાંઠા