દ્વારકા, તા. 26 મે
દ્વારકાના દરિયાકાંઠે આજે બીજા દિવસે પણ અરબી સમુદ્રમાં ભારે કરંટની અસર જોવા મળી છે. પરિણામે પવિત્ર ગોમતી નદીમાં પણ 15 થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળતા નદીકાંઠે આવેલ ઘાટ વિસ્તારોમાં સહેલાણીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો.
સંગમ ધાટ, લાઇટ હાઉસ અને ગોમતી ઘાટ પર ઉંચા મોજાં ઉછળતા ફાયર વિભાગ તેમજ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં. સ્થાનિક નગરપાલિકા દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી સાવચેત ગાઇડલાઇન્સ પણ આપવામાં આવી છે.
મહત્વનું છે કે, દર વર્ષની જેમ માઇગ્રેશનલ ટાઈડ્સ અને મોસમમાં બદલાવના કારણે દરિયાઈ કરંટ તીવ્ર બનતું હોય છે. તેથી તટ વિસ્તાર નજીક રહેલા લોકો અને પ્રવાસીઓએ સાવધાની રાખવી અનિવાર્ય છે.
દ્વારકામાં દરિયાકાંઠે મોજાંનો મોજો માણવા નિકળેલા લોકો માટે આ પ્રકૃતિપ્રસંગ એક અજોડ અનુભવ બની રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા પણ પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે સતર્કતા રાખવામાં આવી છે.
અહેવાલ: ધર્મેન્દ્ર ઉપાધ્યાય – દ્વારકા