દ્વારકાના ઓખા નગર પાલિકા વિસ્તારના ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર સરકારી જમીન દબાણ પર ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓખા નગર પાલિકાએ પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદેસર બાંધકામો પર આ કાર્ય શરૂ કર્યું છે.
આ ડિમોલેશન પ્રથમ તબક્કે જેટીઓ, દુકાનો અને ઘરો પર થવાનું છે. ઓખા અને આરંભડાની વચ્ચે સમુદ્ર કિનારે હજારો દંગાનાં નામે ગેરકાયદેસર પાકા બાંધકામો ખડકાઈ ગઈ હતી.
તંત્ર દ્વારા ડાલડા બંદર વિસ્તારમાં ડિમોલેશન શરૂ થતા દબાણ કર્તાઓમાં પન્નો વ્યાપી ગયો છે.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા.