દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં રહેતા મુકેશ રામલભાઈ ખીંટ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સંબંધિત વિડીયો જોઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાન પ્રેમી બે આરોપીઓએ તેમને ગંભીર ધમકી આપી. આરોપીઓએ કહ્યું કે, “પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ વાત ન કરવી અને વિડીયો જોવું પણ નહી, નહિ તો તને માર નાખશું.”
આ ગંભીર ગુન્હાની જાણ થતા ભાણવડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા. તપાસ દરમિયાન બંનેની મોબાઈલ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે તેઓ પાકિસ્તાનના અનેક લોકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા.
ભાણવડ પોલીસએ આરોપી 1. નુરમાંહમદ ઉમર હિંગોરા, રહેવાસી ભાણવડ અને 2. હુસેન સુમાર હિંગોરા, ભેનકવાદ તાલુકા, ભાણવડ વિરુદ્ધ વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં પોલીસ તબીયતથી કામ લઈ વધુ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયારીમાં છે.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા