દ્વારકા:
દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં ટેન્કર ચાલકે એક બાઈકચાલકને ઘાતક રીતે કચડી દીધો. સમગ્ર ઘટનાનો સીસીટીવી દ્રશ્ય પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટેન્કર ભયાનક ગતિમાં ચાલતો હતો.
આ ગંભીર અકસ્માતમાં બાઈકચાલક, ભાણ ખોખરી ગામના રહેવાસી ધીરજ મેસવાણિયાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવર સામે કાર્યવાહી માટે પગલાં લેવામાં આવ્યા છે.
ઘટનास्थળે ભીડ ભેગી થઈ ગઈ હતી અને પરિવારમાં ગંભીર શોક છવાયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે નેશનલ હાઈવે પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાનું, ખાસ કરીને ભારે વાહનોની ઝડપ પર નિયંત્રણ રાખવું આવશ્યક છે.
અત્યાર સુધી ટેન્કર ચાલકની ધરપકડ કરવામાં આવી હોવાનું અને વધુ તપાસ કરી શકાય તેવી માહિતી મળી રહી છે.
સંવાદદાતા: ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા