દ્વારકા: ભીડભંજન મહાદેવ મંદિરના શિવલિંગ ચોરીકાંડમાં 4 આરોપીઓ ઝડપાયા!

📌 મહાશિવરાત્રિના એક દિવસ પહેલાં શિવલિંગ ચોરી કિસ્સો ઉકેલાયો
📌 સપનાના આધારે શિવલિંગ ચોરી કરવાનો કાવતરૂ રચાયું હતું
📌 પોલીસે 24 કલાકમાં 4 આરોપીઓને ઝડપી પાડ્યા

🔹 ઘટના વિગત:
દ્વારકાના હર્ષદ દરિયાકિનારે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ચોરાયા પછી ભક્તોએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે SRD જવાનોએ અને પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. માત્ર 24 કલાકમાં જ 4 આરોપીઓ પોલીસના હાથે ચઢી ગયા.

🔹 ચોરીનું કારણ:
આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનામાં દર્શન થયા હતા કે જો ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને સ્થાપવું તો અખંડ પ્રગતિ થશે. આ વાત સાંભળીને મહેન્દ્ર, વનરાજ, મનોજ, જગત અને 3 મહિલાઓએ મળીને ચોરીની યોજના બનાવી.

🔹 આરોપીઓની રેકી અને ક્રિયાપ્રક્રિયા:
🔸 આરોપીઓ હર્ષદ વિસ્તારમાં રોકાઇને પહેલા રેકી કરી
🔸 ત્યારબાદ ત્રાટકીને શિવલિંગ ઉપાડી હિંમતનગર જિલ્લાના પોતાના વતનમાં લઈ જઇ સ્થાપી દીધું
🔸 શિવલિંગ ગુમ થયાની જાણ થતા ભક્તોએ પોલીસને જાણ કરી
🔸 પોલીસના સતર્ક પ્રયાસોથી માત્ર 24 કલાકમાં ચોરટોળકી ઝડપાઈ

📌 પોલીસ દ્વારા તપાસ આગળ વધી રહી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.