ધંધુકાની શ્રી ડી.એ. ઇંગ્લિશ એકેડમી ખાતે વ્રત પૂજા અને સ્પર્ધા નુ આયોજન કરાવવામાં આવ્યુ.

ધંધુકા

હાલ જ્યારે વ્રત નો મહિનો ચાલી રહ્યો છે ત્યારે દરેક હિંદુ બાળાઓ વ્રત રહેતી હોય છે ત્યારે ધંધુકા ની શ્રી ડી.એ ઇંગ્લિશ એકેડેમી ના પરીસર માં ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રતની વિધીસર પૂજા સ્કુલની દીકરીઓ ને બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવી.

આ કાર્યક્રમ ની સાથોસાથ શાળા ની બાળાઓ દ્વારા વિવિઘ સ્પર્ધાઓ કરવામાં આવી જેવીકે, હૈરસ્ટાઇલ , પુજાથાળી ડેકોરેશન અને ટ્રેડિશનલ વેશભૂષા ની પ્રતિયોગિતા રાખવામાં આવી .આ કાર્યક્રમ માં દીકરીઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો અને આ પ્રસંગે શાળા ના આચાર્ય અને શિક્ષકો દ્વારા શાળાની બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

અહેવાલ :- કૃણાલ સોમાણી (ધંધુકા)